કોંગ્રેસમાં એક સાંધે ત્યારે તેર તૂટે તેવી સ્થિતિ ગત ઘણા સમયથી છે ત્યારે કોંગ્રેસના ગણા ધારાસભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાય ગયા છે. ત્યારે આજે અમદૃાવાદૃ શહેર ભાજપને પણ ઝાટકો વાગ્યો છે. અમદૃાવાદૃ શહેર ભાજપમાં ભંગાણ થયું છે.
અમદૃાવાદૃમાં ભાજપના ૩૦૦ કાર્યકર કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભંગાણ થયું છે. કુબેરનગર વોર્ડના કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. કુબેરનગર વોર્ડના કાર્યકરોનો આરોપ છે કે તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો નથી થયા. રાજ્યમાં ૨૦ વર્ષોથી વધારે સમયથી ભાજપની સરકાર સત્તામાં છે તે છતા તેમના વિસ્તારમાં વિકાસ થયો નથી.
કુબેરનગર વોર્ડના ભાજપના ૩૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ૩૦૦ જેટલા કાર્યકરો ભાજપથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમનો આરોપ છે કે, કુબેરનગર વોર્ડ કે આસપાસના વિસ્તારમાં વિકાસ થયો નથી.
ત્યાં જ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ૨૦૧૮માં પોલીસે અમારા વિસ્તરમા પોલીસે ઘરમાં ઘૂસીને માર્યા હતા. ભાજપના નેતાઓ અને ધારાસભ્યોએ અમારી સાથે રહેવાના બદૃલે ગંદૃકી કહૃાા હતા. તેઓ અમારી સમસ્યાઓ લઈને જઈએ તો મોઢા પર જ ના પાડી દૃે છે. જેથી કોંગ્રેસ પાર્ટીની સભ્યપદૃ અમે સ્વીકારી રહૃાા છીએ.