ભાજપના સુપડા સાફ કરવાની ચેલેન્જ કરનાર ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રની હાર

11

નગરપાલિકામાં ભાજપના ૧, જિલ્લા ૧ અને તાલુકા પંચાયતના ૧ ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે. ત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મતગણતરી સ્થળ પર વીજળી ડુલ થતા કામગીરી અટકી પડી હતી. આમોદ વોર્ડ-૧-૩, જંબુસર વોર્ડ-૧ અને અંકલેશ્ર્વર ન. પાલિકામાં વોર્ડ નં-૧ અને ૩માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. જ્યારે ભરૂચમાં વોર્ડ-૧ અને ૨માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. જ્યારે અંકલેશ્ર્વર નગરપાલિકા ભાજપે ૩૬માંથી ૧૯ સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપના સુપડા સાફ કરવાની ચેલેન્જ કરનાર ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રની હાર થઈ છે અને રાજપારડી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ૨૦૦૦ મતે જીત્યા છે.