ભાજપના સંગઠન દ્વારા 4 ઝોનમાં કોરોના દર્દીઓ માટે નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરી

54
Vadodara-BJP start free tiffin service-કોરોના
Vadodara-BJP start free tiffin service-કોરોના

વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહૃાો છે

Subscribe Saurashtra Kranti here

શહેરમાં કોરોના બેકાબૂ થઈ રહૃાો છે. હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહૃાો છે. કોવીડને લઇને તંત્ર પર સર્તક થયું છે. ત્યારે શહેર ભાજપે ભાજપ સ્થાપના દિનથી કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમક્વોરેન્ટાઇન થયા છે તેના માટે ટિફિન સેવા શરૂ કરી છે.

વડોદરા ભાજપના સંગઠન દ્વારા શહેરના ચાર ઝોનમાં કોવીડ પોઝિટિવ દર્દીઓ માટે નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. સંગઠન દ્વારા સવાર-સાંજ બન્ને ટાઈમ ચાર ઝોનમાં નિમાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઘરે-ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે કોવીડ મહામારીમાં ભાજપ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાં કોવીડના કેસમાં સતત વધારો થઈ રહૃાો છે. જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવીડ દર્દીઓથી ફુલ થઈ રહી છે. ત્યારે ઓએસડી ડૉક્ટર વિનોદ રાવે મોડી રાત્રે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં આગામી દિવસોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે એમ્બ્યુલન્સ આવે છે. વડોદરાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે.

Read About Weather here

કોવીડ સંક્રમણ વડોદરા શહેરમાં બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોવીડનો કહેર વધી રહૃાો છે, ત્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ ગયા છે, સ્મશાનો પણ વેઇટિંગ ચાલુ થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ૧૧ રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દરરોજ ૧૯૦૦થી ૨૦૦૦ નાગરિકો આ ટેસ્ટનો કરાવે છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here