ભરૂચના પીલુદ્રા ગામેથી ૭ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

33

ભરૂચના પીલુદ્રા ગામેથી ગાંજો ઝડપાયો હતો. ભરૂચ એસ.ઓ.જી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસ.ઓ.જીની ટીમ જંબુસર-વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે જંબુસર તાલુકાના પીલુદ્રા ગામ કેનાલ ચોક્ડી નજીક રહેતા શીવાભાઈ પરમારના ઘરે ગેરકાયદે વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે.

ત્યારબાદ પોલીસે આરોપીના ઘરે જઇને ગાંજાનો ૭ કિલો ૯૬ર ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. એસઓજીએ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.