અમદાવાદનાં પોશ વિસ્તારમાં બોડકદેવમાં કારનો કાચ તોડીને ચોરીની ધટના સામે આવી છે.આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદનાં ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને સિવિલ એન્જીનીયરીંગનો કોન્ટ્રાક્ટ રાખી વ્યવસાય કરતા વેપારી ચેતન પંચાલની હાલ રાજપથ ક્લબની પાછળ લીથોસ્પીયર સાઈડ ખાતે કામ ચાલે છે.ત્યારે રવિવારે તેઓ કામથી સાઈટ પર ગયા હતા ત્યાંથી કામ પતાવી વેપારી પોતાના ભાઈ, તેમજ સાઈટ પર કામ કરતા યુવક સાથે બોડકદેવ સિંધુભવનની સામે આવેલા દેવરાજ ફાર્મ ખાતે સાઈટ કોન્ટ્રાક્ટનું કામ જોવા ગયા હતા.
કામ પતાવીને તેઓ રાજપથ ક્લબની પાછળ લીથોસ્પીયર હોટલ પાસે પાર્ક કરેલી ગાડી પાસે આવ્યા હતા.ત્યારે ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળનો દૃરવાજાનો કાચ તુટેલો જોવા મળ્યો હતો.વેપારીએ ગાડીમાં મુકેલી લેપટોપ બેગ ગાયબ હતી.જે બેગમાં ડેલ કંપનીનું લેપટોપ તેમજ ૭૦ હજાર રોકડ મુક્યા હતા.
જે બેગ ચોરાઈ હોવાનું ધ્યાને આવ્યુ હતુ.જેથી અજાણ્યા ઈસમે ચોરી કરવાના ઈરાદે કારનો કાચ તોડી કારમાં રહેલુ લેપટોપ અને ૭૦ હજાર રોકડ ચોરી ફરાર થઈ જતા આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.