મુળ બોટાદ જિલ્લાના ઝમરાળામાં રહેતા અને છેલ્લા બે દાયકાથી ભાવનગરમાં સ્થાયી થયેલા વિનોદ કુમાર ૧૫ વર્ષ પહેલા ભાવનગરમાં રત્નકલાકાર તરીકે હીરા ઘસતા હતાં. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે. આ વિનોદ કુમાર જ્યારે રત્નકલાકાર તરીકે નોકરી કરતા એ સમયે એક ગાયને રીબાતી જોઈ, જેથી તેમનું હદય દ્રવી ઊઠયું અને મનોમન નક્કી કરી ગાયોની સેવા કરવા માટે ઘરસંસાર છોડી કિન્નરનો ભેખ ધારણ કરી લીધો. નિરાધાર, અપંગ ગાયોની સેવા કાજે પોતાનું આ જીવન સમર્પિત કરી દૃીધું,
કિન્નર થવાનું કારણ એ છે કે મોટા પ્રમાણમાં બીમાર પડતી ગાયોને જોઈ સેવા કરવાની ઇચ્છા હતી. પરંતુ અવાર-નવાર પૈસાની પણ જરૂર પડતી ત્યારે આ રત્નકલાકારેને વિચાર આવ્યો કે હું કિન્નરમાં ભરતી થઈ જાવ અને લોકો પાસેથી દૃાન સ્વીકારી રોડ-પર નિરાધાર પીડાતી ગાયોની સેવા કરી શકુ. આ વિચારને સાર્થક કરવા રત્નકલાકારે પોતાના પરિવારની મરજી ન હોવા છતાં ગાય માતાની સેવા કરવા માટે કિન્નરનો ભેખ ધારણ કરી લીધો. નરશ્રેષ્ઠ, નારીશ્રેષ્ઠના ઘણાં ઉદૃાહરણો આપણા સમાજમાં છે, પરંતુ આ વાત છે એક કિન્નર શ્રેષ્ઠની! તેમણે ગુરુ ક્રિષ્નાકુંવર પાસે દૃીક્ષા લીધેલી હોવાથી હાલનું પુરુ નામ નયનાકુંવર છે.
ભાવનગર સિદસર ગામ નજીક ભગતની ગૌશાળા તરીકે ઓળખાતો આશ્રમ છે કે જ્યાં અપંગ, અશક્ત, બીમાર નિરાધાર એવી ૧૫૦થી વધુ ગાયો છે. જેની આ કિન્નર દિૃવસ-રાત સેવા કરે છે તેમજ અનેક ભક્તો પણ આર્થિક સહયોગ આપે છે અને પોતે પણ કમાઈને આવકનો અહીં ઉપયોગ કરે છે.