બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડ: તપાસનો ધમધમાટ શરૂ

12

શહેર જિલ્લાની 25 સસ્તા અનાજના દુકાનદારોના નિવેદનો લેવાશે

રેશનકાર્ડધારકોનો અનાજનો જથ્થો બારોબાર વેંચવાના કૌભાંડમાં એક દુકાનદાર ભાજપના કાર્યકર્તા હોવાની ચર્ચા

સ્થાનીક સ્વરાજની ચૂંટણી પુરી થતા જીલ્લા પુરવઠા શાખાએ અધુરી કામગીરી પુરી કરવા તૈયારીઓ આદરી દીધી છે. રાજકોટ શહેર જીલ્લાની કુલ 25 સસ્તી અનાજના દુકાનદારોએ બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી રેશનકાર્ડ ધારકોનું અનાજ બારોબાર વહેંચી નાખવાના કૌભાડમાં નામો ખુલ્યા હતા. સ્થાનીક ચૂંટણીની જાહેરાત થતા તપાસની કામગીરી અટકી ગઇ હતી. ગાંધીનગર પુરવઠા વિભાગે રાજકોટ કલેકટરને 15 દિવસમાં તપાસ કરી રીપોર્ટ કરવાનો આદેશ કરતા રાજકોટ કલેકટરે પુરવઠા નીરીક્ષક ઝોનલ ઓફીસરના તમામ મામલતદાર, મહેસુલી તલાટી સહિતનાઓની ટીમ બનાવી તપાસ સોંપવામાં આવી છે. રાજકોટ શહેરમાં લાખાભાઇ બગડા, મુકેશભાઇ જોબનપુ ત્રા મોનાબેન ચંદારાણા, પ્રભુદાસભાઇ કારીયા, રૂકુશા બીનાબેન, હસમુખ રાણા, એનટી ઉરખીયા, એન.એમ ભારમલ, ઢેબર કોલાનીની પ્રગતી મંડળ શોભાના બેન પીપળીયા રમીલાબેન ઝાલાવડીયા સહિત 25 દુકાનદારોએ બોગસ ફિંગરપ્રિન્ટ બનાવી સરકારી અનાજનો જથ્થો વહેંચી નાખ્યો હતો. આ મામલે તમામ દુકાનદારોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કલેકટરના આદેશ પ્રમાણે તમામ લાભાર્થીઓનો સંપર્ક કરી દરેક રેશન કાર્ડ ધારકને એપ્રિલ 2019થી ડિસ્મેબર 2019 સુધીનો અનાજ મળેલ છે કે કેમ તેની ખાતરી કરી રેશનકાર્ડ ધારકોની જી રજીસ્ટરની યાદી સંબધીત મામલતદાર કચેરીમાંથી મેળવી 100 ટકા ક્રોસ વેરીફીકેસન કરાશે . સાયબર ક્રાઇમ અમદાવાદની તપાસમાં બનાવટી રબરની ફિંગરપ્ર્રિન્ટ કેટલી બનાવેલ છે. તે અંગેનું પરવાનેદારનું વિગતવાર નિવેદન લેવાશે. વ્યાજબી ભાવની દુકાનોને તપાસ તાત્કાલીક અસરથી કરવાની રહેશે. મોડામાં મોડી 15 દિવસમાં તપાસ પુર્ણ કરી વિગત વાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. મામલતદારની ટીમ સાથે મહેસુલી તલાટીને કામગીરી સોંપવામાં આવશે.બોગસ ફિંગરપ્રિન્ટ બનાવી અનાજ બરોબર વહેંચવાના કૌભાડમાં સસ્તા અનાજના એક દુકાનદાર ભાજપના કાયકર્તા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જો આ ભાજપના કાર્યકર્તા હોય તો તેની સામે તંત્ર દ્વારા પગલા લેવાશે કે પછી તપાસમાં કંઇ નહીં નીકળ્યું તેવો રીર્પોટ નીલ દેખાડી દેશે ? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. (1)