બે વિશાળ ટ્રેડ કોરિડોર અને ત્રણ લાખ રોજગાર તકો આપતી યોજનાને મોદી કેબિનેટની મંજૂરી

78

કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યુ કે, ૭૭૨૫ કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ ત્રણ લાખ રોજગારની તકો ઉભી કરવા માટે યોજનાને મંજૂરી મળી છે. કૃષ્ણપટ્ટનમ પોર્ટમાં ૨૧૩૯ કરોડ રૂપિયાના ખર્ચથી ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે.

જાવડેકરે જણાવ્યુ કે બે ટ્રેડ કોરિડોર બની રહૃાાં છે જેનાથી માલ સરળતાથી ઉતરી શકશે. જ્યાં માલ ઉતરશે તે કોરિડોરની સાથે જ્યાં એક્સપ્રેસ-વે છે, પોર્ટ છે, રેલવેની સુવિધા છે અને એરપોર્ટ પણ છે. તેવી જગ્યા ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય મંત્રીમંડળે એસ્ટોનિયા, પેરાગ્વે અને ડોમિનિકન ગણરાજ્યોમાં ભારતીય મિશનોને ખોલવાની પણ મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રી જાવડેકરે જણાવ્યુ કે, કેબિનેટની બેઠકમાં ભારત અને ભૂટાન વચ્ચે એમઓયૂ પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે. આ સમજુતિમાં આઉટર સ્પેસના શાંતિપૂર્ણ ઉપયોગને લઈને બંન્ને દેશો વચ્ચે સહમતિ બની છે.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે દૃેશમાં ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતાને વધારવા માટે સંશોધિત યોજના મંજૂરી કરી છે. દૃેશમાં પ્રથમ પેઢી (૧ય્) ઇથેનોલના ઉત્પાદન માટે સંશોધિત યોજના હેઠળ અનાજ (ચોખા, ઘઉં, મકાઈ અને સોર્બેટ), શેરડી વગેરેથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. મંત્રીમંડળે ઇથેનોલ ઉત્પાદૃન યંત્રો માટે ૪૫૭૩ કરોડ રૂપિયાની આર્થિક મદદની મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, પારાદીપ પોર્ટમાં એક વેસ્ટર્ન ડોક બનાવવા માટે મોદીજીના નેતૃત્વ વાળી સરકારે ૩૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી એક આધુનિક અને વિશ્ર્વ સ્તરીય પોર્ટ નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઇલ સિસ્ટમના નિકાસને મંજૂરી આપી છે. મિસાઇલની નિકાસને ઝડપથી મંજૂરી આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ કહૃાુ કે, નિકાસ કરવામાં આવનાર મિસાઇલ સિસ્ટમ ભારતીય સેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલ સંસ્કરણથી અલગ હશે. આકાશ મિસાઇલની રેન્જ ૨૫ કિલોમીટર છે.