અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન
પાંચ વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા તબીબોનો અનુરોધ
બાળકોના સ્વાસ્થ્યને લઈને આવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. હમણાં થોડા સમય પહેલાંની જ ઘટના યાદ કરી તો સુરતમાં અંદાજે ૨-૩ વર્ષના બાળકે રમત રમતમાં ફટાકડા ખાઈ જતાં મોત નિજયું હતું.
ત્યારે બીજી બાજુ રાજકોટમાં બનેલી ઘટના પર નજર કરી તો બે વર્ષની બાળકી હોટલના ચોથા માળથી પડી જતાં મોત થયું હતું. તેમજ મહેસાણાના બે વર્ષની બાળકીને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
સ્થાનિક હોસ્પિટલમાં સી.ટી. સ્કેન કરાવતા ખબર પડી કે સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી હજુ એક એવો ચોંકાવનારો કિસ્સો તો એ હતો કે, જેમાં બાળક એસિડ અને અન્ય જવલંત પદાર્થો ભુલથી ગળી હતો.
આવી તો કેટકેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને માતાપિતાએ ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ત્યારે આજની આ ઘટના તો કંઈક વધુ જ ચોંકાવનારી છે. આ ઘટના અમદાવાદમાં બનેલી છે.
10 મી ડિસેમ્બરે બે બાળકી બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોચ્યા. 2 વર્ષની બાળકી જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ.
તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યા.
જેમાં આ એલ.ઇ.ડી. બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલ હોવાનું નિદાન થયું હતું. જ્યાં સિવિલના તબીબો દ્વારા જટીલ સર્જરી પાર પાડવાની જહેમત ઉપાડીને તેને સફળતાપૂર્વક પાર પાડી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વર્ષની બાળકીનું ડોક્ટરો દ્વારા સફળ ઓપરેશન કરાયું છે.
Read About Weather here
તબીબી નિષ્ણાંતોનો દરેક માતાપિતાને અનુરોધ:
માતા -પિતાને પાંચ વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા તબીબો અનુરોધ કરે છે. આવા પદાર્થો બાળક જ્યારે ગળી જાય ત્યારે ઉપરોક્ત કિસ્સા મુજબ ઘણી વખત શ્વાસનળીમાં પ્રવેશે છે. જેનાથી બાળક ગંભીર મુશકેલીમાં મુકાઇ શકે છે.
આ તમામ પ્રકારની તકલીફોથી બચવા માટે સાવચેતી એ જ સલામતીને ધ્યાને રાખીને પોતાના બાળકની સારસંભાળ રાખવાની તબીબો સલાહ આપી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here