બેકાબૂ એસટી બસએ 3 ને કચડી નાખ્યા… !!

બેકાબૂ એસટી બસએ 3 ને કચડી નાખ્યા... !!
બેકાબૂ એસટી બસએ 3 ને કચડી નાખ્યા... !!

બ્રેક જામ થઈ અને બસ સ્ટોપ પર કાળ ત્રાટક્યો, નિર્દોષો હડફેટે ચડ્યા, નવી ભરતીના ચાલકો બિનઅનુભવી તો એસટી બસોની પણ ખખડધજ હાલત

ભુજ તાલુકાનાના કુકમા ગામે બેકાબૂ બનેલી એસટી બસએ સર્જેલા અકસ્માતમાં ત્રણ  વ્યક્તિઓનો ભોગ લીધો હતો સાથે સાત જણ ને લોહીલુહાણ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભુજથી રાપર જતી ગાંડીતૂર બનીને આવેલી એસટી બસએ વાહન ચાલકો, લોકોને, ખાણીપીણીની હાથલારી ઓને હડફેટે લેતાં ભારે ચીસાચીસ સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં મણીલાલ કારુભાઈ મહેશ્વરી (ઉ.વ.54 , ગામ: ખંભરા અંજાર), આરીફ કાસમ ખલીફા (ઉ.વ. 23,ગામ: ગઢશીશા, માંડવી) અને સારવાર દરમ્યાન ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બિપીન પરમાર (ઉ.વ.50, ગામ: કુકમા, ભુજ) ના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા.

પોલીસે અકસ્માત સર્જનાર આ એસટી બસ ન. જીજે 18 zd 2837 નો ચાલક ભચાઉ ડેપોમાં ફરજ બજાવતો મૂળ સૌરાષ્ટ્રના ભાણવડ ગામના કલ્પેશ માલાભાઈ મકવાણા સામે ફરિયાદ નોધી અટકાયત કરી છે.

Read About Weather here

જ્યારે અન્ય 7 જણ ઘાયલ થતાં લોહી નિંગળતી હાલતમાં ગ્રામજનોએ તેમને હોસ્પિટ માં ખસેડ્યા હતા. ગંભીર અકસ્માત સર્જનાર એસટી બસની બ્રેક લોક થઈ ગઈ હોવાનું બસ ચાલકે પોલીસને જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here