બનાસકાંઠામાં શરદૃ પૂનમનાં ગરબા રમવામાં લોકો ભૂલ્યા કોરોના

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર લોકોએ કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શરદપૂર્ણિમાની રાત્રે પુરુષો ગરબે ઘૂમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કયો છે. બનાસકાંઠા જિલ્લામાં નેતા હોય કે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં જાણે પાછી પાની ન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે. વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં પુરુષોએ શરદપૂર્ણિમાની રાત્રે ગરબે ઘૂમ્યા હતા. ગરબે રમતા પુરુષોએ નથી માસ્ક પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું અને સરકારી ગાઈડ લાઈનનો ધરરાર ઉલ્લંઘન કર્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં અગાઉ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો, ત્યારે હવે લોકો પણ નેતાઓના પગલે ચાલી રહૃાાં છે. વાવ તાલુકાના રાધાનેસડા ગામમાં શરદ પૂર્ણિમાની ૧૦૦થી પણ વધુ લોકો ગરબે રમી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે. ગરબે રમતા એક પણ વ્યક્તિએ ચહેરા પણ માસ્ક પણ નથી પહેર્યું અને સોશ્યલ ડિસ્ટન્સ પણ નથી જાળવ્યું.

ઢોલના તાલે અને મોઢેથી ગાઇને આ પુરુષોએ ગરબા રમી રહૃાા છે. જાણે કે, કોરોનાવાયરસ જવો કોઈ રોગ જ નથી. ગરબે રમતા એક પણ વ્યક્તિ કે જોનારાના ચહેરા પર કોરોના મહામારી નો જરા પણ ભય સતાવી રહૃાો નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ ભંગના આવા દ્રશ્યો હજુ પણ ગંભીર પરિણામ લાવી શકે તેમ છે.

Previous articleપૂંઠા બનાવતી ત્યક્તાને જીએસટી વિભાગે ફટકારી રૂ.૧.૫૦ કરોડની નોટિસ
Next articleસુરતમાં સાડીના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર, પ્રેમ પ્રકરણની ચર્ચા