બનાસકાંઠામાં મીઠાઇની દુકાનમાં આગ, બે લાખનો માલ બળીને થયો ખાખ

41

શહેરના હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલી અંબિકા મીઠાઇની દુકાનમાં ગુરુવારે મધ્ય રાત્રે શોર્ટ સર્કિટને કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડા આકાશને આંબતા આસપાસના રહીશો ઊંઘમાંથી સફાળા જાગી ઊઠયા હતા. આ બાબતે દુકાનદારને જાણ કરવામાં આવી હતી, ત્યારે દુકાનદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

તો બીજી તરફ નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ દુકાનના ઉપરના માળે લાગી હતી. આ ઘટનામાં વેપારીને અંદાજે બે લાખનું નુકસાન થયું હોવાની માહિતી મળી છે.