બનાવટી વિઝાના આધારે યુએસ જતાં દંપતી સહિત ત્રણની એસઓજીએ કરી ધરપકડ

62
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

બનાવટી વિઝાના આધારે અમેરિકા જતા દંપતી સહિત ત્રણ લોકોની ર્જીંય્ ક્રાઈમે ધરપકડ કરી છે. આ દંપતી બનાવટી વિઝાને આધારે મહેસાણાથી અમદાવાદ આવ્યા હતાં અને અમદાવાદથી અમેરિકા જવાના હતાં. અમદાવાદ ર્જીંય્એ મહેસાણા ના રહેવાસી એવા એક દંપતી રાજેશ પટેલ અને સોનલ પટેલની ધરપકડ કરી છે. આ બંને ગત ૧૯ ડિસેમ્બરના રોજ અમદૃાવાદૃ થી અમેરિકા જવા નીકળી રહૃાાં હતાં ત્યારે એરપોર્ટ પર ઇમિગ્રશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિઝા બનાવટી છે.
જેથી બંનેને પકડી પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.

બંનેની ધરપકડ કરી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે એક અજેન્ટ વિશ્ર્વજીત પટેલ નામ ના વ્યક્તિએ આ નકલી વિઝા બનાવી આપ્યા હતા. પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિશ્ર્વજીત પટેલે આ દંપતી પાસે થી ૧૦ લાખમાં નકલી વિઝાની વાત કરી હતી અને એવી પણ વાત સામે આવી છે કે આ દંપતી અમેરિકા પહોંચી જાય ત્યાર બાદ ૧.૨૦ કરોડ દંપતી પાસેથી એજેન્ટને લેવાના હતા.

પરંતુ તે પહેલાં આ લોકો પકડાઈ ગયા છે. જોકે હાલ તો અમેરિકાની ટિકિટ ના રૂપિયા પણ વિશ્ર્વજીત પટેલે કરી આપવાની વાત પણ સામે આવી રહી છે. નોંધનીય છે કે હાલ તો આ મામલે દંપતી ની ધરપકડ કરવા માં આવી છે અને વિશ્ર્વજીત ને નજરકેદ કરવા માં આવ્યા છે.અને તેની તપાસ માં સામે આવશે કે આ સિવાય તેને અન્ય કેટલા લોકો ને આવી રીતે વિદેશ મોકલ્યા છે.