બદલો: કોહલી બેન સ્ટોક્સનાં બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ

10

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર તણાવ થયો હોવાનુ જોવા મળ્યુ હતુ, ત્યારબાદ વિરાટ કોહલી બેન સ્ટોક્સનાં બોલમાં ખાતું ખોલાવ્યા વિના (૦ રન) પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમની શરૂઆત આજે કઇ ખાસ રહી નહી. પહેલા ચેતેશ્ર્વર પૂજારાએ ૧૭ નાં સ્કોર પર જૈક લીચનાં બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયા અને તે પછી વિરાટ કોહલી પણ ખાતું ખોલાવ્યા વગર સ્ટોક્સનાં બોલ પર ફોક્સને કેચ પકડાવી દીધો.

ભારતીય ટીમે માત્ર ૪૧ રનનાં સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. જેમાં ઓપનર શુભમન ગિલ અને વિરાટ કોહલી તેમનુ ખાતું પણ ખોલી શક્યા ન હોતા. આપને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સ વિરાટ કોહલીને પાંચમી વખત આઉટ કરવામાં સફળ રહૃાો છે. આ પહેલા આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ હવે સ્ટોક્સે કોહલીને પોતાની બોલિંગમાં આઉટ કરી જાણે બદલો લીધો હોય તેવો દેખાવ કર્યો હતો.

Previous articleપીચની ટીકા કરતા વિદેશી ખેલાડીઓને વધારે મહત્વ આપવામાં આવી રહૃાું: ગાવસ્કર
Next articleરોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૦૦૦ રન પૂરા કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો