બદલાશે ગુજરાત…?

બદલાશે ગુજરાત…?
બદલાશે ગુજરાત…?

ગુજરાતના રાજકીય ઉદ્યાનમાં પમરાટ ફેંલાવવા સજ્જ બનતું ‘આપ’, કેજરીવાલની મુલાકાત એટલે ઉત્સાહની વેક્સિન

ઉંડા મુળિયા નાખી ચુકેલા ભાજપ અને અસિતત્વ ટકાવવાની કોશીશ કરતી કોંગ્રેસને કેટલુ નુકશાન થશે? રાજકીય પંડિતોમાં ચર્ચા

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કેજરીવાલની એક દિવસની ટુંકી મુલાકાતને પગલે લાંબા ગાળાના રાજકીય પરીવર્તનની શકયતા વ્યકત કરતા નિરીક્ષકો, આમ આદમી પાર્ટી માટે લોકોના દિલમાં વસી જવાની સોનેરી તક
ગુજરાતના રાજકારણમાં આજથી નવા નવા સમીકરણો રચાવવાની શકયતા, શું ‘આપ’ સૌથી મોટો રાજકીય પક્ષ બનીને ઉભરશે ખરો?

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પ્રતિ પ્રજામાં રોષનો એક અન્ડર કરંટ જેનો આગામી ચુંટણીઓમાં ભરપુર લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે આમ આદમી પાર્ટી, ઇશુદાન જેવા નિષ્ઠાશીલ લોકોને મોરચા પર લાવવાનું ફળદાયી નિવડશે

બદલાશે ગુજરાત…? ગુજરાત

પ્રખ્ખર, સામાજીક કાર્યકર અને જાણીતા પત્રકાર સહિતના ડઝન બંધ મોટા માથા આજે ‘આપ’માં વિધિસર જોડાયા, સમગ્ર રાજયમાં પરિવર્તનની મહેક પ્રસરાવી રહેલી આમ આદમી પાર્ટી, કેજરીવાલનું આગમન ગુજરાતના મહત્વને પ્રસ્થાપીત કરતી યાત્રા, સમગ્ર રાજયમાં સ્થાપિત રાજકીય વ્યવસ્થાના મુળિયા ઉખેડી નાખવા માટે કેજરીવાલના નેતૃત્વમાં તૈયાર થયો મેગા એકશન પ્લાન

Read About Weather here


ગુજરાતની પ્રજાને તોબા પોકારતી સમસ્યાઓ આ છે ભ્રષ્ટાચાર, ભેળસેળ, બેકારી, પ્રાણ પ્રશ્ર્નોની અવગણના

આમ આદમી પાર્ટીનો એજન્ડા એટલે જ લોકઆકર્ષણનું કેન્દ્ર

આગામી દિવસોમાં રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અલગ-અલગ પ્રકારની ચૂંટણીઓના મેદાનમાં પુરેપુરી શકિત સાથે લડત આપવાનું મન બનાવી જ રહી છે. એટલે કુલ પ્રાપ્ત થતા મતો માંથી કેટલી ટકાવારી પ્રાપ્ત કરે છે અને કેટલી બેઠકો તેના ફાળામાં આવે છે એ જોવાનું આગામી સમયમાં રસપ્રદ બની રહેશે.

અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ જોતા એટલુ કહી શકાય કે, સરકારી અને ખાનગી બન્ને ધોરણે બેફામ રીતે વ્યાપી ગયેલો ભ્રષ્ટાચાર, સતત વધતી જતી બેરોજગારી, પાયાના પ્રાણ પ્રશ્ર્નોની સતત અવગણના અને ખાદ્ય પર્દાથોમાં ભેળસેળના ગુન્હાહિત પ્રવૃતિઓ તથા તડીયાથી ટોચ સુધી વહીવટી પ્રસાંશનમાં ફેલાયેલી બેદરકારીની બીમારી જેવા મુદાઓ રાજયની પ્રજાને ખુબ જ કનડી રહયા છે. આ તો સ્થાપિત પક્ષોના પ્રચાર યુધ્ધના કારણે અન્ય પક્ષોને અત્યારે જોઇએ તેવી સફળતા મળી નથી. પણ હવે પ્રચાર યુધ્ધ પણ સ્થાપિત પક્ષોને વધુ સમય સુપરમેન બનીને બચાવી નહીં શકે.

આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર મુકત, પ્રમાણીક અને સંપુર્ણ પણે લોકલક્ષી વહીવટનો નમુનો લોકો સમક્ષ મુકી રહી છે. જેના પ્રતિ ગુજરાતીઓમાં વધતુ જતું આકર્ષણ એ ભવિષ્યમાં પરીવર્તન લાવે એના સંકેત સમાન છે. એટલે જ કેજરીવાલે ગુજરાતની મુલાકાત લેવાનું ખુબ સમયસર નક્કી કર્યુ છે એવું નિરિક્ષકો માને છે. વિધાન સભાની ચૂંટણી આડે હજુ 15 મહિના જેવો સમય બાકી છે. એટલે આમ આદમી પાર્ટીનું વિઝન ગુજરાતના ખુણે ખુણે પહોંચાડવા માટે ‘આપ’ દ્વારા અત્યારથી નિષ્ઠા ભર્યા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એ દિશામાં પોતાના પક્ષને આગળ ધપાવવાની મહેકચ્છા સાથે કેજરીવાલે ગુજરાત આવવાનું પસંદ કર્યુ છે.

જેના ફાયદા ઇવીએમમાં કેટલી હદે તબદીલ થાય છે એ આવનારો સમય બતાવશે. પણ એક હકીકત શુનિશ્ર્ચિત છે કે, આમ આદમી પાર્ટી પ્રજાના હદયમાં કાયમી સ્થાન બનાવશે. એ નક્કી છે અને માત્ર સમયનો સવાલ છે. અત્યારે કેજરીવાલની મુલાકાત સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એ તેમની તાકાત પુરવાર કરે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here