બજેટમાં ખુલાસો: લોકડાઉન હોવા છતાં ગત વર્ષ કરતાં વધારે દારૂ ઝડપાયો

2
Saurashtra Kranti logo
saurashtra kranti logo

રાજ્યમાં દારૂનું દૃૂષણ કેટલી હદ સુધી ફેલાયેલું છે તેનો અંદાજ સરકારનાં આંકડા ઉપરથી જાણી શકાય છે. વિધાનસભા ગૃહમાં દારૂબંધી અંગે પૂછાયેલાં પ્રશ્ર્નના જવાબમાં રૂપાણી સરકારે ગૃહમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં બે વર્ષમાં અધધધ ૧૯૮.૩૦ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. તો હવે વિચારો જે ઝડપાયો નથી તેવાં દારૂનો આંકડો કેટલો મોટો હશે.

દારૂબંધી અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ર્નમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બે વર્ષમાં ૧૯૮.૩૦ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. અને ૬૭ દિવસના લોકડાઉનમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં વધુ દારૂ ઝડપાયો છે. રાજ્યમાં કોરોનાનાં કારણે ૬૭ દિવસ સુધી લોકડાઉન રહૃાું હતું. તેમ છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ ચાલુ જ હતી.

આ ઉપરાંત રૂ.૩.૬૫ કરોડનો દેશી દારૂ તેમજ રૂ.૧૩.૧૮ કરોડનો બિયરનો જથ્થો પણ ઝડપાયો હતો. તેમજ રૂ.૬૮.૬૦ કરોડનું અફીણ, ગાંજા જેવા માદક દ્રવ્યો ઝડપાયા હતા. ગુજરાતના બે પોલીસ મથકમાંથી દારૂ ચોરીની કબૂલાત પણ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કરી છે. કોંગ્રેસ સ્ન્છના પ્રશ્ર્નમાં રાજ્ય સરકારનો લેખિત જવાબ છે કે ગાંધીનગર અને મહેસાણામાં પોલીસ મથકમાંથી દારૂ ચોરાયો હતો. અને દારૂ ચોરીમાં ૮ કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.