બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ

રાજ્યની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. પાણિયા ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન છે.
આ વીડિયોમાં સિંહ આગળ અને વાહન પાછળ જઈ રહૃાા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહૃાા છે. વાહનમાં સવાર મુસાફરોએ સિંહ દર્શનનો લાહવો મળ્યો હતો. સિંહની લટાર જોઈ લોકોએ મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો