બગવદરનો પોલીસ કોન્સ્ટેબલ ૬૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

47

પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે એક આરોપીને માર નહીં મારવાના અને જામીન પર છોડવા માટે રૂપિયા ૬૦ હજારની માંગણી કરી હતી. આરોપીના મામાએ એસીબીને જાણ કરતા એસીબીએ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

અમદાવાદ એસીબીએ ટ્રેપ ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો પોરબંદર જિલ્લાના બગવદર ગામના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુન્હામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેમાં આ આરોપીને માર નહિ મારવા તથા જામીન પર છોડવા માટે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ૬૦,૦૦૦ની લાંચ માંગી હતી. જેની જાણ આરોપીના મામાએ એસીબી કચેરીને કરતા બગવદર પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું.

જેમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.કોન્સ્ટેબલને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ એસીબીએ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું બગવદર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિ ચૌહાણને એસીબી ફરિયાદ બાદ અમદાવાદ એસીબીની ટિમ પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં દોડી ગઈ હતી અને કોન્સ્ટેબલને રંગે હાથ પકડવામાં ટ્રેપિંગ અધિકારી કે.પી. તરેટિયા અને સુપરવિઝન અધિકારી કે કે ડીડોડ સહિતના સ્ટાફે કોન્સ્ટેબલને પકડવામાં સફળતા મેળવી હતી.