રાજકોટ : ઉનાળામાં આગ ઝરતી ગરમીમાં પેટમાં ઠંડક આપતા સરેષ્ઠ ઉનાળુ ફળ તરબુચનું મોટા પાયે રાજકોટમાં આગમન થઇ ગયું છે અને માર્કેટ યાર્ડના ગોડાઉન તરબુચના જંગી જથ્થાથી છલકાઇ ઉઠયા છે.
ઉનાળામાં ડીહાઇડ્રેશન ન થાય એ માટે તરબુચનું સેવન ખુબ જ ગુણકારી રહે છે. શહેરના માર્ગો પર દુકાનોના ગલ્લા અને રેકડીઓમાં તરબુચ દેખાવા લાગ્યા છે.
શહેરીજનો માટે ઉનાળાનું આ શ્રેષ્ઠતમ ફળ હવે રાજકોટના સ્વાદ શોખીનો માટે હાજર થયું છે. જેમ ફળોની રાણી કેરી ગણાય છે તેમ તેના સ્વાદ અને ગુણને કારણે અને શરીરને ઠંડક આપનાર તરબુચને પણ આપણે ફળોના મહારાજા એવું નામ ચોક્કસ આપી શકીએ.