પ્રદિપ ડવ, બાબુ ઉધરેજા, નરેન્દ્ર ડવ કે જીતુ કાટોડીયા?

7
Saurashtra Kranti logo
saurashtra kranti logo

રાજકોટના મેયર કોણ?

મેયરપદે અલ્પેશ મોરઝરીયાનું નામ મોખરે, નવું નામ ડિકેલેર થાય તો નવાઇ નહીં

રાજકોટ સહીત મહાનગરપાલિકાઓની ગત તા. 21 ના રોજ ચુંટણી હાથ ધરવામાં આવી હતી. તા.23 ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભાજપનો વિજય થયો હતો. ચુંટણી પાંચ દ્વારા ચુંટાયેલા ઉમેદવારોના ધી ગુજરાત ગર્વમેન્ટ ગેગેટમાં પ્રસિધ્ધ કરાયા હતા. આજે અમદાવાદ,વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણુંક કરાઈ છે.

આગામી તા.12ને શુક્રવારે સવારે 11 કલાકે મહાનગરપાલિકાના બીજા માળે આવેલ રમેશભાઈ છાયા સભાગૃહમાં ચુટાયેલા 72 કોર્પોરટરની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. મેયર,દે.મેયર સ્થાયી સમિતિના સભ્યો ચુંટવા મ્યુ.કમિશનરે જનરલ બોર્ડ બોલાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર થશે વોર્ડનં.1 માંથી ચુટાયેલા અલ્પેશભાઈ મોગરીયા,વોર્ડનં.3 માંથી બાબુભાઈ ઉઘરેજા,વોર્ડનં.12 માં પ્રદીપભાઈ ડવના ,વોર્ડનં.9 માં જીતુભાઈ કાટોળીયા, વોર્ડનં. 14 નીલેશભાઈ જલુ, વોર્ડનં.16 માંથી નરેન્દ્રભાઈ ડવ ના નામો ચર્ચાઈ રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ પ્રદેશ ભાજપની મીટીંગમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ ફાઈનલ થઇ ગયા છે. આ શુક્રવારે બંધ કવરમાં પસંદગી કરાયેલ નામ જાહેર થશે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ એક એવી ચર્ચાઓ થતી હતી કે,વિધાનસભાની ચુંટણી વહેલી થશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે,વિધાનસભાની ચુંટણી સમયસર જ થશે. આગમી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાંથી મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવામાં આવનાર હોવાની ચર્ચાઓ થઇ રહી છે.મેયર સહિતની નિમણુક ને લઈને કોર્પોરેટરમાં ભારે ઉત્સાહ છવાયો છે.એક જ ચર્ચાઓ થઇ રહી છે કે મેયર સહિતના પદાધિકારીઓની નિમણુક કોની-કોની થેશે. શુક્રવારે સવારે તમામ વાતનો અટકળોનો અંત આવી જશે.

અમદાવાદ
મેયર- કિરીટભાઈ પરમાર
દે.મેયર- ગીતાબેન પટેલ
સ્ટે.ચેરમેન- હિતેશભાઈ ભારોટ
શાસકપક્ષ નેતા- ભાસ્કરભાઈ ભટ્ટ
દંડક- અરૂણસિંહ રાજપૂત

ભાવનગર
મેયર- કીર્તિબેન દાણીયારીયા
દે. મેયર- કૃણાલ શાહ
સ્ટે. ચેરમેન- ધીરુભાઈ ધામેલીયા
નેતા-શાસકપક્ષ- ધીરુભાઈ ગોહિલ
દંડક નેતા- પંકજસિંહ ગોહિલ

વડોદરા
મેયર- કેયુરભાઈ રોકડીયા
ડે.મેયર- નંદાબેન જોષી
પક્ષના નેતા- અલ્પેશભાઈ લીંબાચીયા
સ્ટે.ચેરમેન – હિતેશભાઈ પટેલ
દંડક- ચિરાગભાઈ બારોટ