પ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ

90
કોરોનાપ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ
પ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ

ડોક્ટરો પણ વારંવાર પ્રજાને અલર્ટ રહેવા સમજાવી રહૃાા છે, જેથી પ્રજા પણ એકદમ જાગ્રત થઇ ગઇ છે

ગુજરાતમાં એક ભયંકર ડરનો માહોલ સર્જાયો છે. વધતા જતા કોરોનાના કહેર અને મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિથી પ્રજા પણ ફફડી ઊઠી છે. પરિણામે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં શહેરો હોય કે નાનાં ગામ, બધે જનતા કફર્યૂ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જનતા પણ કામ સિવાય બહાર નીકળતી નથી. એટલું જ નહીં, માસ્ક અને ડિસ્ટનિંસગના સંપૂર્ણ પાલન સાથે પ્રજા પણ એકદમ અલર્ટ બની ગઈ છે. એ જોતાં કોરોનાની ચેન તોડવામાં બહુ લાંબો સમય લાગે એમ નથી.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં રોજેરોજ વધતા જતા કોરોનાના કેસોની સાથે ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને દવા, ઇન્જેક્શનની પણ હાડમારી ઊભી થઇ રહી છે. કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહૃાો છે. ડોક્ટરો પણ વારંવાર પ્રજાને અલર્ટ રહેવા સમજાવી રહૃાા છે, જેથી પ્રજા પણ એકદમ જાગ્રત થઇ ગઇ છે. ગુજરાતનાં શહેરો કે ગામડાંમાં હાલ પરિસ્થિતિ જુઓ તો એકલદોકલ લોકો જ બહાર ફરતા જોવા મળે છે. ખરીદી કરવાથી માંડીને ધંધા-રોજગાર કરનારા પણ ચોક્કસ સમય માટે જ કામકાજ કરીને ઘરભેગા થઈ જાય છે.

Read About Weather here

શહેરનાં રસ્તાઓ, બજારો અને ચાર રસ્તાઓ પણ દિવસ દરમિયાન ભેંકાર ભાસી રહૃાાં છે. જનતાની આ જાગૃતિને કારણે જાણે આખા ગુજરાતમાં જનતા કફર્યૂ હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પણ ઘરની બહાર નીકળતાં નથી. મહિલાઓ અને યુવાનો પણ માત્ર ઘરનાં કામ પૂરતાં જ બહાર નીકળે છે. એ દરમિયાન પણ માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર સાથે સંપૂર્ણ અલર્ટ છે, સાથે સાથે ઘરમાં કોઈ સામાન્ય બીમારી પણ આવે તો તત્કાળ સારવાર કરવા લાગે છે. તેમાં પણ ઘરના ઉપચાર કરીને બીમારીને ફેલાતી અટકાવી રહૃાા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોના દર્દીઓને તણાવમુક્ત કરવા હોસ્પિટલ સ્ટાફ ગરબે ઘૂમ્યો
Next articleમસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા મુસ્લિમ સંસ્થાની રજૂઆત