પોલીસના વિરોધમાં સરદારનગરમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો

10
Saurashtra Kranti logo
saurashtra kranti logo

ગાડી ડિટેઇનના નામે હેરાનગતિ થતો હોવાનો વેપારીઓનો આક્ષેપ સાથે રોષ

શહેરના કુબેરનગર આઇટીઆઇ ટર્નીગ, સરદારનગર અને નરોડા પાટિયા રોડ પર પોલીસની ખોટી રીતે હેરાનગતિ મામલે આજે નરોડા પાટિયાથી કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. આશરે ૨૦૦ જેટલી દૃુકાનના વેપારીઓએ બંધ પાળ્યો છે. વેપારીઓનો આક્ષેપ છેકે,પોલીસકર્મીઓ ખોટી રીતે અમને હેરાન કરે છે. ૫૦-૧૦૦ રૂપિયાના હપ્તાઓ લઈ જાય છે અને ગાડી ડિટેઇન કરવાની ધમકીઓ આપે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નજર અંદાજ કરવામાં આવે છે અને રોકવાની જગ્યાએ પ્રજાને હેરાન કરવામાં આવે છે. સરદારનગરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિઓ બંધ કરવાની પણ માગ કરી હતી.

સિંધિ સમાજના વેપારી અગ્રણીઓ, સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી, સેકટર ૨ જેસીપી ગૌતમ પરમાર, ઝોન ૪ ડીસીપી રાજેશ ગઢીયા વચ્ચે સવારે એક કલાક બેઠક થઈ હતી. બેઠકમાં વેપારીઓની માગ કરી હતી કે જે યુવકને માર માર્યો હતો તે પોલીસકર્મીઓનો સસ્પેન્ડ કરવામાં આવે, વેપારીઓને જે રીતે હેરાન કરવામાં આવે તે બંધ કરવામાં આવે. આ માગ પુરી કરવા માટે પોલીસ અધિકારીઓએ ૧૦ તારીખ સુધીનો સમય માગ્યો છે. પોલીસકર્મીઓના આ જવાબથી વેપારીઓ સંતુષ્ટ છે. જો કે બંધ દૃુકાનો ખોલવા મામલે તમામ વેપારીઓ સાથે અગ્રણીઓ ચર્ચા કરશે. પછી જ દૃુકાનો ખોલવા મામલે નિર્ણય લેશે.

ત્રણ દિવસ પહેલા પોલીસના મારનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કરનાર વેપારી શૈલેષભાઈએ જણાવ્યું હતું કે અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે થયેલી ચર્ચાથી સંતુષ્ટ નથી. મારી ફરિયાદ લેવાની જગ્યાએ માત્ર કાચી ફરિયાદ લીધી છે. ત્રણ દિવસ બાદ પણ ફરિયાદ નથી લીધી અને હવે ૭ દિવસનો સમય માગ્યો છે. આજે લોકો અમારી સાથે છે.

Previous articleગાંધીનગરમાં પત્નિ સાથે મોર્નિંગ વોકમાં નીકળેલા પીએસઆઇનું હાર્ટ-એટેકથી મોત
Next articleપાદરાના ચોકસી બજારની એસબીઆઇ શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત ૧૩ કર્મચારી કોરોના પોઝિટિવ