કોરોના વાયરસના અતિક્રમણ બાદૃ વેપાર-ધંધા ચોપટ થઈ ગયા છે, આવી બૂમો વેપાર ધંધા, રોજગાર સાથે જોડાયેલા લોકોના મોઢેથી અવારનવાર પડે છે. જોકે, એક ધંધો એવા છે જેમાં લોકોને મંદૃી નથી નડતી. જુગારીઓ પણ આવા જ કઈક ’ધંધા’ સાથે જોડાયેલા છે. લોકો માટે ખાવાના પૈસા ન હોય તો પણ જુગાર રમવાના પૈસા આવી જાય છે. દૃરમિયાન આવો જ બનાવ સુરતમાં બન્યો છે. સુરત પોલીસે આજે શહેરના ઈચ્છાપોર. ઉધના, િંલબાયત અને મહિધરપુરા વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક પોલીસે રેડ પાડી જુગાર રમતા કુલ ૨૪ જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહન મળી કુલ રૂપિયા ૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ઈચ્છાપોરે પોલીસે રેડ જાઈને ભાગી ગયેલા પાંચ જણાને વોન્ટેડ બતાવ્યા છે.
ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ અસારમા ગામ ખોડીયાર માતાજીના મંદિૃર પાસેશ્ર્વથી જાહેરમાં જુગાર રમતા નટવશ્ર્વર ચીમન પટેલ (રહે, ઈચ્છાપોર ગામ નથ્થુ મહોલ્લો), કિશોર સોમા પટેલ (રહે, ઈચ્છાપોર ગામ કુંભાર મહોલ્લો), જીતેન્દ્ર છોટુ પટેલ (રહે, સડક મહોલ્લો ઈચ્છાપોર )ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપાયેલા જુગારીઓઅને દૃાવ પરના, અંગઝડતીના, મોબાઈલ નંગ-૩ અને મોટર સાયકલ નંગ-૫ મળી કુલ રૂપિયા ૧,૨૫,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે પોલીસને રેડ જાઈને ભાગી છુટેલા જયેશ, ધનસુખ, જયંતી દૃરજી, મહેશ અને રોહતિને વોન્ટેડ બતાવ્યા છે.
મહિધરપુરા પોલીસે ગઈકાલે સાંજે નવાપુરા ગોલવાડ લિમઋડી શેરીમાં રેડ પાડી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા ભરત જેઠવા (રહે, કુબેરનગર કતારગામ દૃરવાજા), પ્રકાશ રાણા (રહે, રૂસ્તમપુરા), જમીર ખાન ઈબ્રાહીમખાન પઠાણ (રહે, ટોપાઝ ઍપાર્ટમેન્ટ મુગલીશરા) અને ધર્મેશ ચોટલીયા (રહે,મગનનગર કતારગામ)ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૪,૯૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.