પોરબંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અનેક કાર્યકરોએ કેસરીયો કર્યો ધારણ

42

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવાની કવાયત શરૂ કરી દીધી છે. પોરબંદરમાં અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવાની કવાયત શરૂ કરી દીધી છે .

પોરબંદરમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓને એક બીજાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરાઈ રહૃાો છે ત્યારે લોર્ડસ હોટેલ ખાતે સંસદ રમેશ ભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાની ઉપસ્થિતિમાં અનેક જ્ઞાતિ અને ગ્રુપના આગેવાનો તથા સભ્યો મોટી સંખ્યામાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.ખારવા, લોહાણા અને અનુસુચિત જાતિ સમાજના આગેવાન ,આંબેડકર ગ્રુપ યુવા લોહાણા અગ્રણી પણ જોડાયા હતા.


પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં હોટલ લોડર્સમાં ખારવા સમાજના અગ્રણીઓએ કોંગ્રેસને બાયબાય કહી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરાની ઉપસ્થિતિમાં સમસ્ત ખારવા જ્ઞાતિના ઉપ પ્રમુખ અશ્ર્વિનભાઇ અને અગ્રણી નર જુંગી પણ ભાજપમાં જોડાયા હતા. લોહાણા સમાજના મનુભાઈ મોદૃીના પુત્ર સાગરભાઇ મોદૃી ભાજપમાં જોડાયા તેમજ યુવા અગ્રણી સાગર મોદૃી ભાજપમાં જોડાયા હતા. રમેશભાઈ ધડુકે તેમને ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં સન્માનિત કર્યા હતા.પોરબંદૃર ખાતે મ્.ઇ. આંબેકડટર ગ્રુપ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટના આગેવાનો અને સભ્યો ભાજપમાં જોડાયા હતા. તમામનું ભાજપમાં સન્માન કરવામાં આવ્યું હતું.