ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહૃાા છે. આ દરમિયના પોરબંદરમાં દિયર વર્સીસ ભાભીનો જંગ જામ્યો હતો. જેમાં ભાભીએ દિયરને પછડાટ આપી હતી. પોરબદરના છાયા નગરપાલિકામાં વોર્ડ નં ૧માં ભાભી પાયલબેન અજયભાઈ બાપોદરા નો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા વિજયભાઈ બાપોદરાને હરાવ્યા હતા.
પોરબંદરની છાયા નગર પાલિકાની ચૂંટણી જોવા મળ્યો હતો. અહીં વોર્ડ નંબર એકમાં દિયર ભાભી વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો હતો. વોર્ડ નંબર ૧માં ભાજપમાંથી પાયલબેન બાપોદરા જ્યારે કોંગ્રેસમાંથી તેમના દિયર વિજયભાઈ બાપોદરા ચુંટણી લડી હતી. ભાજપમાંથી ચુંટણી લડતા પાયલબેને કહૃાું તેમના દિયર કોગ્રેંસની વિચારધારા ધરાવે છે તેથી તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહૃાા છે. મારા પતિ અજયભાઈ છેલ્લા ૧પ વર્ષથી ભાજપમાં સક્રિય છે. આથી હું ભાજપમાંથી ચુંટણી લડી રહી છું.