Subscribe Saurashtra Kranti here.
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત
પાકિસ્તાન દ્રારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. જેની સામે માછીમારો અને તેના પરિવારજનોમાં રોષ વધી રહૃાો છે, ત્યારે આ સમયે પાકિસ્તાન મરીન ફોર્સે ભારતીય જળસીમા નજીક પોરબંદરની ૬ બોટો સાથે ૩૫ માછીમારોનું અપહરણ કર્યું છે. જો કે હજુ સુધી માછીમારોના નામ અને બોટના નામ જાણી શકાયા નથી. બીજી બાજુ માછીમારોના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકીસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પાકિસ્તાને તેની નાપાક હરકતથી સૌરાષ્ટ્રના ૪ બોટ સાથે ૨૪ માછીમારોનું અપહરણ કર્યુ હતું. પાકીસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.
માછીમાર એસોસિએશનના અગ્રણી મનીષભાઇ લોઢારીએ જણાવ્યું કે, માછીમારો ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહૃાા હતા, તે જ સમયે મરીન ફોર્સ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકીસ્તાન અવારનવાર અમારા માછીમારોનું અપહરણ કરી રહૃાું છે. તેમણે સરકારને આ સંદર્ભે કોઇ કડક પગલા ભરવાની માંગ કરી છે. માછીમારોના અપહરણથી તેમના પરિવારોની હાલત કફોડી બની છે.
Read About Weather here
આપને જણાવી દઈએ કે, આજે પાકીસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની ૬ બોટ અને ૩૫ માછીમારોના અપહરણ કરાયા છે. ભારતીય જળસીમા નજીક બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ધસી આવી હતી અને બંદૃુકના નાળચે પોરબંદરની ૬ બોટ અને તેમાં સવાર આશરે ૩૫ માછીમારોના અપહરણ કર્યા છે અને તમામને કરાચી તરફ લઇ જવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here