પેટીએમ કેવાયસી કરાવવાના નામે ઠગે એપ્લિકેશન ડાઉન કરી યુવકને ૧૮ હજાર ઉપાડી લીધા

29
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

શહેરમાં ઘણા સમયથી ફેક કોલ કરીને ઠગો રૂપિયા ઉપાડી લેતા હોય છે. જેમાં ખટોદરા વિસ્તારમાં રહેતા યુવકને પણ પેટીએમ કેવાયસી કરાવવાના નામે ઠગે ફોન કર્યો હતો. બાદમાં યુવકના ફોનમાં ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ ઠગે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી લઈને ૧૮૪૦૦ રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા હતાં. આ અંગેની યુવકને જાણ થતાં જ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

સલાબતપુરા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર સેલ્સમેન તરીકે નોકરી કરતા હિતેશ રમેશચંદ્ર જરીવાલા (ઉ.વ. ૪૦ રહે. બિલ્ડીંગ નં. ૩૭, ઘર નં. ૩૧૦, ગાંધીનગર હાઉસીંગ સોસાયટી, ખટોદરા કોલોની) પર ગત તા. ૨૪ એપ્રિલના રોજ ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે પેટીએમ કેવાયસી ઓફિસમાંથી બોલું છું એમ કહી ઉમેર્યું કે, તમારે કેવાયસી કરાવવાનું હોય તો પ્લે સ્ટોરમાંથી ક્વિક સ્પોર્ટ નામની એપ્લિકેશન ડાઉલોડ કરો.એટલે હિતેશે તે પ્રમાણે કર્યું હતું.
હિતેશભાઈએ જેવી જ ક્વિક સપોર્ટ એપ્લિકેશન ઓપન કરી કે ઠગે હિતેશના સુરત પીપલ્સ બેંકના ખાતામાંથી ૮૨૦૦ અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ૧૦૨૦૦ એમ કુલ મળી ૧૮૪૦૦ની મતા ઉપાડી લીધી હતી. હિતેશને આ અંગે જાણ થતાં જ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.