પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ તમામ કાર્યકર્તાઓનો માન્યો આભાર

46

રાજ્યમાં આજે ૮ બેઠકોની પેટા ચૂંટણીનું મતદૃાન થયું હતું. એકાદૃ-બે ઘટનાને બાદૃ કરતાં તમામ બેઠક પર શાંતીપૂર્ણ માહોલમાં મતદૃાન સંપન્ન થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૫૬ ટકા મતદાન થયું છે, જોકે સાચો આંકડો મોડેથી જાહેર થશે. મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટ કર્યા હતા. જેમાં તેમણે લખ્યું, ભારતીય જનતા પાર્ટી તમામ ૮ બેઠકો પર ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત કરશે.

સારું મતદાન એ સૂચવે છે કે, ગુજરાતના મતદારો અને લોકો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્ય સરકારની કામગીરી તેમજ ભારતીય જનતા પાર્ટીની નીતિ-રીતિથી સંતુષ્ટ છે તે મતદાનના આંકડા સૂચવે છે.

કોરોના સંક્રમણ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મતદૃારોનો સંપર્ક કરીને મતદૃાન કરાવવાની સુંદર કામગીરી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું. કોરોનાના સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન કરવું તે પવિત્ર ફરજ સમજીને ભારે મતદૃાન કરવા બદૃલ તમામ મતદારોનો આભાર માનું છું.