પેટાચૂંટણીમાં મારામારીનો મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા

53

ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીમાં થયેલી બબાલનો મામલો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ગઢડા કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી, ધારાસભ્ય નૌસાદ સોલંકી સહિતના નેતાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા નાંખ્યા હતા. તેમણે આખી રાત પોલીસ સ્ટેશનાં ધામા નાખી ઝીરો એફઆઈઆર ફરિયાદ નોંધાવવાની માગ કરી. તેમની સાથે ગઢડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી પણ હાજર છે.

ચૂંટણીના દિવસે થયેલી બબાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ઈજા થઈ હતી, ઈજાગ્રસ્ત કોંગ્રેસ કાર્યકર અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નૌશાદ સોલંકીએ ફરિયાદ નહી નોંધાય ત્યા સુધી પોલીસ સ્ટેશન ન છોડવાની ચીમકી આપી છે. સમગ્ર ઘટના બાદ તંત્ર પણ મૌન સેવી રહૃાુ છે.