સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણીસંગમ ખાતે કરવામાં આવેલ. જેમાં સ્વ. કેશુભાઇ પટેલના પરીવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, સાથે ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ, પ્રભાસપાટણના અગ્રણીઓ,તીર્થ પૂરોહિતો સહિત લોકો જોડાયા હતા. આ શાસ્ત્રોક્ત વિધિ ધનંજયભાઇ દવે સાથેના ભુદેવો દ્વારા સંપન્ન કરવામાં આવેલ હતી.
આજરોજ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહૃાા હતા. આ સાથે જ તેમના દીકરી સોનલબેન અને જમાઈ મયુરભાઈ પણ હાજર રહૃાા હતા. આજરોજ અસ્થિ વિસર્જન વિધી વિધામાં કેશુભાઈ પટેલના ૫૦ જેટલા પરિવારના સભ્યો જોડાયા હતા.