પીપલોદમાં માતા-પુત્રનો ફાંસો ખાઈ આપઘાત, આર્થિક સંકડામણમાં મોતને વ્હાલું કર્યાની આશંકા

47

કોરોના કાળમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહૃાો છે. પીપલોદ વિસ્તારમાં આવેલા મિલેનો હાઈટસમાં માતા-પુત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બે દિવસથી મિત્રને આપઘાતની વાતો કરનારે સવારે ફોન ન ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા ત્યારે લટકતી હાલતમાં માતા-પુત્રના મૃતદેહ મળી આવ્યાં હતાં. પીપલોદના મિલેનો હાઈટ્સમાં રહેતા મહર્ષ પરેશભાઈ પારેખ (ઉ.વ.આ. ૩૭) અને તેમની માતા ભારતીબેન પારેખ (ઉ.વ.આ. ૫૬)નાએ ફાંસો ખાય આપઘાત કરી લીધો છે. મિત્રોને ઘરમાંથી બન્નેની લટકતી હાલતમાં સોમવારની સાંજે મૃતદેહ મળી આવ્યાં હતાં. મહર્ષ ભારત પે નામની એપ્લિકેશન પર લે વેચના વેપાર સાથે સંકળાયેલો હતો.

મહર્ષ એકના એક પાંચ વર્ષના પુત્ર અને તેની પત્નીને ૧૫ દિવસ અગાઉ પિયર છોડી આવ્યો હતો. રૂપિયાની મેટર શોર્ટ આઉટ થઈ જાય પછી લઈ જઈશ એમ પત્નીને કહૃાું હતું. મૃતક મહર્ષના મિત્ર ફેનીલે જણાવ્યું હતું કે, મહર્ષના પિતાનું ૫ વર્ષ પહેલાં મોત થયું હતું.મહર્ષ બે દિવસથી આપઘાત કરી લેવાની વાત કરતો હતો.સોમવારે ફેનિલએ મહર્ષને ફોન કર્યો હતો. પરંતુ મહર્ષે ન ઉપાડતા ઘરે ગયો હતો. દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ ન ખોલતાં શંકા ગઈ અને દરવાજો તોડ્યો હતો. માતા-પુત્ર પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં. મહર્ષ અને તેના મિત્રો અને સંબંધીઓ પર ત્રણ-ચાર દિવસ પહેલા કોઈ કંપનીના મેસેજ ગયા હતા પૈસા ને લઈને., લોન કે દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બે કલાક ફેનિલે સમજાવ્યો હતો. હું મરી જઈશ પછી માતાનું શુ થશે એવો વિચાર આવતા પુત્રએ માતા સાથે આપઘાત કરી લેધો હોવાનું અનુમાન વ્યક્ત કરાય છે.