૧૦૧ દિવસ બાદ કોરોના જેવી મહામારીને મ્હાત આપનાર કોંગ્રેસ નેતા ભરતિંસહ સોલંકીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાજા થવા બદલે શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરતિંસહ સોલંકી સાથે ટેલિફોનમાં વાતચિત કરા હતી. અને તેઓની ખંબર અંતર પૂછ્યા હતા . ભરતિંસહ સોલંકી આજે અમદાવાદની સ્મિસ હોસ્પિટલમાંથી સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. ૧૦૦ દિવસની સારવાર દરમિયાન અને નામી અનામી લોકોએ ભરતિંસહ સોલંકીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરી હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ઠેરઠેર પુજા વિધી, હોમ હવન કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ પણ સવારે ભરતિંસહ સોલંકી સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી.
અને જલ્દી સાજા થઇ પાર્ટી અને લોકો વચ્ચે જઇ લોકો સેવા કાર્યક્રરે તેવી શુભેચ્છાઓ આપી હતી. કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાસંદ અહેમદ પટેલે પણ ટ્વિટ કરી ભરતિંસહ સોલંકી ખબર અંતર પૂછ્યા હતા. ભરતિંસહ સોલંકીએ કોરોના સામે ૧૦૧ દિવસ લડત આપી એશિયાના સૌથી લાંબી સારવાર લેનાર વ્યક્તિ બન્યા છે. ૧૦૦ દિવસમાં ૫૧ દિવસ ભરતિંસહ સોલંકી વેન્ટિલર પર રહૃાા હતા. પહેલા વડોદરા બાદ અમદાવાદ સ્મિસ હોસ્પિટલ ખાતે તેઓ સારવાર લીધી હતી . ભરતિંસહ સોલંકીએ કહૃાું હતુ કે કોરોના હળવાસમા લેવા જેવો નથી. રાજ્યસભા ચૂંટણી વખતે હું માનતો હતો કે કોરોના નહી થાય પરંતુ જે પરિસ્થિતિનો સામનો કર્યો છે.
તે ઘણ કપરો હતો . લોકોએ કોવિડ -૧૯ ગાઇડલાઇનનુ પાલન કરવું જોઇએ. આખી રાતો દીવાલ અને લાઈટો જઈને સમય કાઢ્યો છે. બાકીનો સમય ભગવાન ભરોસે કાઢ્યો છે. લોકોને મારી પ્રાર્થના છે કે કોરોના કહીને નથી આવતો. હું ઓવર કોન્ફિડન્સમાં હતો. મને હતું મને કશું નહીં થાય. મને ટેમ્પરેચર વગર કશુ નહોતું . મારા જે વાયરસ હતો તે એક્સ્ટ્રીમ લેવલે પહોંચ્યો હતો માસ્ક પહેરવું ખૂબ જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી તેવી લોકો ને અપીલ કરી હતી.