કોરોના વાયરસ મહામારીને કારણે આપવામાં આવેલા લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોઈ આર્થિક, તો કોઈ માનસિક અથવા શારીરિક તકલીફને લઈ આપઘાત કરી લે છે. પરંતુ, આજે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં દારૂ પીવા મામલે પિતાએ ઠપકો આપ્યો તો દીકરાએ તાપી નદીમાં છલાંગ લગાવી જીવન ટુંકાવી દીધુ છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો અને થંડા-પીણાની કંપનીમાં કામ કરતા યુવાન દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો, જોકે પિતાએ દારૂ પીવા બાબતે ઠપકો આપ્યો તો, તે વાતનું લાગી આવતા યુવાન આવેશમાં આવી જઈને તાપી નદી પર આવેલ કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ મારી આપઘાત કરી લીધો છે. જોકે તાપી નદીમાં ડુબ્યા બાદ આ યુવાને બચવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પણ લોકોની નજર સામે જ આ યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
સુરતના અડાજણ ખાતે આવેલા હરીચંપા પાસે મહાદેવ નગર કોલોનીમાં રહેતો ભાવેશ ભરતભાઈ રાઠોડ ઠંડા પીણાની કંપનીમાં નોકરી કરતો હતો. ભાવેશને દારૂ પીવાની કુટેવ હતી. જે બાબતે તેના પિતા ભરતભાઈએ તેને ઠપકો આપ્યો હતો. જેમાં માઠુ લાગી આવતા ગતરોજ રાત્રે ભાવેશ દારૂના નશામાં મિત્રો પાસે ગયો હતો અને પોતે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કરવા જઈ રહૃાો હોવાનું કહૃાું હતું.
ત્યાર બાદ ભાવેશે બ્રિજ પર જઈ પડતું મુકી દીધુ હતું. જેથી તેના મિત્રો કેબલ બ્રિજ નીચે દોડી ગયા હતા અને ભાવેશને બુમ પાડી બહાર નીકળવા કહૃાું હતું. સામે ભાવેશે પણ જવાબ આપ્યો હતો અને હા પાડી હતી. જોકે તે દરમિયાન ભાવેશ અચાનક તાપીના ઉંડા પાણીમાં મિત્રોની નજર સામે તે પાણીમાં ગરકાઉ થઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ ઘટનાઈ જાણકારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. જોકે તેનો મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી આજે સવારે ફરી ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી ભાવેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનીક યુવકોએ ભાવેશનો મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.