પાણેલાવ ગામે કૂતરાએ ચાર માસના બાળકને ફાડી ખાતા ખળભળાટ મચ્યો (14)

6
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

પાણેલાવ ગામ પાસે મજૂરી કામ કરતી રહેલા શ્રમજીવી પરિવારના ચાર મહિના માસુમને શેરી કૂતરાએ હુમલો કર્યો હતો

પાવાગઢ નજીક પાણેલાવ ગામે કૂતરાએ એક ચાર મહિનાના બાળકને ફાડી ખાધું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પાણેલાવ ગામ પાસે મજૂરી કામ કરતી રહેલા શ્રમજીવી પરિવારના ચાર મહિના માસુમને શેરી કૂતરાએ હુમલો કર્યો હતો. જો કે, બાળકને વડોદરાની હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. કાળજાના કટકાનું આ રીતે મોત થતાં દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ પાણેલાવ ગામ પાસે રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અવધેશબાઈ ભરિયા મજૂરી કામ ગયા હતા. જ્યારે તેમની પત્ની હીરાબેન પોતાના ચાર મહિનાના પુત્ર વિકાસ કુદરતી હાજત કરતા તેના કપડા ધોવા ગઈ હતી. માતા ગઈ ત્યારબાદ ધસી આવેલા શેરી કૂતરાએ અચાનક જ વિકાસ પર હુમલો કરી દીધો હતો. બાળકનો અવાજ સાંભળીને હીરાબેન તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકને તેના મોંમાથી છોડાવ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયા હતા.

Read About Weather here

જો કે, તબીઓએ સારવાર આપતા પહેલા જ તેને મૃત જાહેર કરી દેતા માતા-પિતા હચમચી ગયા હતા. મૃતક વિકાસની માતાના જણાવ્યા મુજબ જે કૂતરાએ હુમલો કર્યો તે કૂતરાએ જ અગાઉ પણ વિકાસ ઉપર હુમલો કર્યો હતો. જો કે, તે સમયે તેઓ પહોંચી જતા વિકાસ બચી ગયો હતો. પરંતુ આ વખતે કૂતરાએ વિકાસના માથામાં બચકું ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here