પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ

13
Saurashtra Kranti logo
saurashtra kranti logo

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા

આઈ-ખેડુત પોર્ટલ પર, 4મી સુધી અરજીઓ સ્વીકૃત, ફોર્મમાં જણાવેલ બિડાણ સહિત અરજીની પ્રિન્ટ 18મી સુધીમાં ગૌચર વિકાસ બોર્ડને મોકલાની રહેશે, પાંજરાપોળોને લાભ લેવા અપીલ

રાજયની પબ્લિક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ પાંજરાપોળોનુંદ ધ્યાન દોરતા જણાવવાનું કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા રખડતા ગૌવંશના પશુઓ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવે છે તે બાબતે નાણાકીય વર્ષ-ર0ર0-ર1 માટે બોર્ડની રખડતા ગૌવંશના પશુઓના નિભાવ માટે સહાયની યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની પર ઉપલબ્ધ છે. આઈ-ખેડુત પોર્ટલ પર તા.6 થી તા.14 દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિત અરજી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. 7/ર,ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પર બોર્ડને તા.18 સુધીમાં મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓને અસ્વીકૃત કરવામાં આવશે જેની નોંઘ લેવી ઘટે. ફેબુ્રઆરી ર0ર1 સુધીના ગૌવંશના રખડતા પશુઓ માટે અરજી કરવાની રહેશે તેમ સભ્ય સચિવ સહ સંયુકત પશુપાલન નિયામક ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ યોજનાઓનો લાભ લેવા પાંજરાપોળોને ગુજરાત રાજય સરકારના એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણીએ અપીલ કરી છે.

Previous articleરાજકોટમાં ફરી સાવજોના ધામા
Next articleજસદણમાં સાઈકલ યાત્રા સાથે ભૂલકાઓનો અનેરો સંદેશો