પાંચમાં સંતાન માટે પત્નીને ઢોર માર મારતો પતિ

રામપરા નવાગામમાં પુત્રની પ્રાપ્તિ માટે પત્નીને ઢોર માર મારતો પતિ

ચાર પુત્રીની માતા હોસ્પિટલ બિછાને

કોટડાસાંગાણીનાં રામપરા નવાગામમાં ચાર પુત્રીની માતા પુત્રને જન્મ આપવા બાબતે આનાકાની કરતા પતિએ લાકડી વડે ઢોર મારમારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ રામપરા નવાગામમાં રહેતા બંધુબેન રણજીતભાઈ પરમાર (ઉ.વ.૩૫) ને આઠ દિવસ પૂર્વે તેના પતી રણજીતે ચાર પુત્રી બાદ એક પુત્રને જન્મ આપવા બાબતે દબાણ કરતા પત્નીએ આનાકાની કરી હતી.

Read About Weather here

જે બાબતનું મનદુઃખ રાખી રણજીત પરમારે લાકડી વડે તેની પત્ની બંધુબેનને મારી હાથ-પગ ભાંગી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાએ તેના પિતાને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને પુત્રીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. કોટડાસાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleતરવડા ગામે જમીનનો ડખો ફરી વકર્યો
Next articleગૌશાળામાંથી ગાય છોડવા પ્રશ્ને બે યુવાન પર હુમલો