પરિવારમાં બીજી બાળકીનો જન્મ થતા મા-બાપે જ ગળું દબાવી કરી હત્યા…!! (18)

7
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

પરિવાર પુત્ર ઝંખતો હતો

Subscribe Saurashtra Kranti here.

પરિવાર દ્વારા જ પુત્રીની હત્યા…

માનવતા નેવે મુકી

બેટી બચાઓ-બેટી પઢાઓપ દિકરો-દિકરી એક સમાનપ સહિતના સૂત્રો અને કહેવતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવી કાળજુ કંપાવી નાખે તેવી ગોઝારી અને સભ્ય સમાજ માટે લાંછનરૂપ ઘટના ગુજરાતના મહેસાણાના કડીમાં સામે આવી છે. અહીં પહેલાથી જ એક દિકરી હોવા છતા બીજી બાળકી જન્મતા તેને માતા-પિતા દ્વારા ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

આ મામલે મૃતક બાળકીના માતા-પિતા અને દાદા-દાદી વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં મહેસાણા ડીવાયએસપી પોતે જ ફરિયાદી બન્યા હતાં. મૃતક દિકરી ૧ મહિનો અને ૨ દિવસની હતી.

સમગ્ર માહિતી પ્રમાણે મહેસાણાના કડીના કરણનગર રોડ પર આવેલા ૪૧૨- રાજભૂમિ લેટમાં રિના પટેલ તેના પતિ પટેલ હાર્દિક સાથે રહે છે. હાર્દિક પટેલના માતા-પિતા પટેલ ઉપેન્દ્રભાઈ જોઈતારામ અને પટેલ નિતાબેન ઉપેન્દ્રભાઈ પણ રહે છે. રિના અને હાર્દિકને ૪ વર્ષની કેયા નામની દીકરી હતી. પરિવાર પુત્ર ઝંખતો હતો. પણ રીનાને બીજી ડિલિવરીમાં પણ દિકરી જ જન્મી હતી. તેનું નામ મિષ્ટિ રાખવામાં આવ્યું હતું. પરંતુ પુત્રના મોહમાં આંધળા બનેલા આ પટેલ પરિવારે માત્ર ૧ મહિનો અને ૨ જ દિવસની ફૂળ જેવી મિષ્ટિનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધાનો આરોપ છે.

આ મામલે મિષ્ટિના માતા-પિતા અને દાદા-દાદી વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક મિષ્ટિના માં-બાપ પટેલ રીના હાર્દિકભાઈ અને પટેલ હાર્દિક ઉપેન્દ્રભાઈ તથા મિષ્ટિના દાદા-દાદી પટેલ ઉપેન્દ્રભાઈ જોઈતારામ અને પટેલ નિતાબેન ઉપેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને પંથકમાં ભારે ચકચાર મચાવી છે. પરિવાર પોતે જ વ્હાલસોયી દિકરીનો હત્યારો બન્યો હતો.

Read About Weather here

આ કેસમાં ખુદ મહેસાણા ડીવાયએસપી ફરિયાદી બન્યા હતાં. ડીવાયએસપી આર.આર. આહીરે જ ફરિયાદ નોંધાવી હતી. આમ એક ઉચ્ચ પોલીસ અધિકારીની જાગૃકતાથી હિચકારી ઘટના સામે આવી હતી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here