પબજી ગેમના રવાડે ચઢેલા યુવાનને પિતાએ ઠપકો આપતાં કરી આત્મહત્યા

43

સુરત શહેરમાં એક અઠવાડિયાની અંદર જ પ્રતિબંધિત મોબાઇલ ગેમ સાથે જોડાયેલી બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. પબ જી રમવા બાબતે ઠપકો આપનાર પિતા પર ચાકુના ઘાં ઝીકનારા દીકરાની ચકચારી ઘટનાની હજુ શાહી નહોતી શુકાઇ ત્યાં તો પબ જીના કારણે આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. સુરતુના ડીંડોલી વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા યુવકને આ ગેમનું વળગણ લાગી ગયું હતું.

આ બાબતે પિતાએ ઠપકો આપતા તેણે મોતને વ્હાલું કર્યુ છે. બનાવની વિગત એવી છે કે સુરતનાં ડીંડોલી વિસ્તારમાં ફુટની લારી ચલાવતા અને પબજી ગેમના રવાડે ચઢેલા યુવાનને પિતાએ ઠપકો આપતાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મુળ ઉત્તરપ્રદેશનો વતની દિપક રાધેશ્યામ મિશ્રા ઘર નજીક ફુટની લારી ચલાવતો હતો. દિપકે મંગળવારે રાત્રી દરમિયાન ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિજનોએ હૈયાફાટ કલ્પત કર્યો હતો. મૃતક દિપકના પિતા પણ ફૂટનો વેપાર કરે છે. તેમને દિપક સિવાય સંતાનમાં બીજો એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,
દિપકને પબજી ગેમ રમવાની કુટેવ હતી પબજી ગેમ રમવાના રવાઢે ચઢેલો દિપક રાત- દિન આ ગેમમાં રચ્યોપચ્યો રહેતો હતો.

શૌચાલયમાં પણ દિપક મોબાઈલ સાથે લઇ જતો હતો. મૃતક મિશ્રા શૌચાલયમાં પણ મારો-મારોની બુમો પાડતો હતો જેને પગલે ભવિષ્યની ચિંતા સાથે પિતા રાધેશ્યામે દિપકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ રાત્રીના તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પિતાના ઠપકાને લીધે માઠું લાગી આવતા તેણે આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક તપાસ દરમિયાન લાગી રહૃાું છે.