પથરીના દર્દીની ડોકટરે કિડની કાઢી…!!

પથરીના દર્દીની ડોકટરે કિડની કાઢી...!!
Pune-fraud doctor-કમ્પાઉન્ડર

હોસ્પિટલને 11.23 લાખ ચુકવવા આદેશ


ખેડા જિલ્લાના વંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલે પીઠના તીવ્ર દુખાવા અને પેશાબ કરવામાં તકલીફ માટે બાલાસિનોર શહેરની કે એમજી જનરલ હોસ્પિટલના ડો.શિવુભાઈ પટેલની સલાહ લીધી હતી. મે 2011 માં તેમની ડાબી કિડનીમાં 14 એમએમની પથરી હોવાનું નિદાન થયું હતું.

જેની સારવાર માટે રાવલને વધુ સારી સુવિધામાં ધરાવતી હોસ્પિટલમાં જવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તે જ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું પસંદ કર્યું હતું. 3 સપ્ટેમ્બર, 2011 ના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સર્જરી બાદ પરિવારજનોને ત્યારે ઝટકો લાગ્યો કે જ્યારે ડોક્ટરે કહૃાું કે પથરીને બદલે દર્દી ની કિડની જ કાઢવી પડી છે.

આ સાથે ડોક્ટરે કહૃાું કે આવું તેમણે દર્દીના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખી કર્યું છે. જ્યારે રાવલને પેશાબ કરવામાં વધુ તકલીફ થવા લાગી ત્યારે તેને નડિયાદની કિડની હોસ્પિટલમાં શિટ કરવાની સલાહ આપવામાં આવી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

બાદમાં જ્યારે તેમની તબિયત વધુ બગડી તો અમદાવાદની આઈકેડીઆરસીમાં લઈ જવામાં આવ્યા. જ્યાં 8 મી જાન્યુઆરી, 2012 ના રોજ રેનલ કોમ્પ્લિકેશનના કારણે તેમનું મૃત્યુ થયું. જે બાદ તેમના વિધવા પત્ની મીનાબેને નડિયાદ ખાતે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી.

પંચે 2012 માં તબીબ, હોસ્પિટલ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ.ને તબીબી બેદરકારી બદલ વિધવાને રુ. 11.23 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કમિશનનો આદેશ આવ્યા બાદ આ રકમ કોણ ચુકવશે હોસ્પિટલ કે વીમા કંપની તેને લઈને આ કેસ રાજ્ય ગ્રાહક સુરક્ષા કમિશન સમક્ષ આવ્યો હતો.

જેમાં પ્રશ્ર્ન હતો કે વળતર ચૂકવવા માટે કોને જવાબદૃાર ગણવા જોઈએ. કેસની સમગ્ર વિગત સાંભળ્યા બાદૃ રાજ્ય આયોગે નોંધ્યું કે હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ માટે વીમા પોલિસી હતી, પરંતુ સારવાર કરનારા ડોક્ટર દ્વારા તબીબી બેદરકારી માટે વીમાદૃાતા જવાબદાર નથી.

Read About Weather here

આ સર્જરી માત્ર કિડનીમાંથી પથરી દૂર કરવા માટે હતી અને પથરી દૂર કરવા માટે જ સંમતિ લેવામાં આવી હતી ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલને દર્દીના સગાને રુ. 11.23 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here