પતિ બન્યો નફટ : તુ મને ગમતી નથી,તારે હાલ જ બંન્ને બાળકોને લઇને જ્યાં જવું હોય ત્યાં જતી રહે (19)

10
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

અમદાવાદમાં પતિ પત્ની ઔર વો

પતિ-પત્ની વચ્ચે જ્યારે કોઈ ત્રીજી મહિલાનો પ્રવેશ થાય ત્યારે લગ્ન જીવન ભંગાણના આરે પહોંચી જાય છે. આવો એક બનાવ શહેરના બોપલ વિસ્તારમાં જોવા મળ્યો છે. ’તું મને ગમતી નથી. તારે હાલ જ બંને બાળકોને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે.’ જેવા શબ્દૃો કહીને એક પતિએ તેની પત્નીને લોખંડના પાઈપથી ફટકારી હતી. આ મામલે હાલ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પતીએ તેની પત્ની પર એવો અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય.

બનાવની વિગતે વાત કરીએ તો હાલમાં સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે લગ્નજીવનથી તેને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ વર્ષ ૨૦૧૮માં તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં રહેવા માટે ગયા હતા. આ સમયે તેના પતિને એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. જેથી તેના પતિ અવારનવાર આ વાતને લઈને ઝઘડો કરી તેણીને માર મારતા હતા.

નવેમ્બર ૨૦૧૯માં પરિણીતા તેના બંને બાળકો સાથે ઘરે ઊંઘી રહી હતી ત્યારે મોડી રાત્રે તેનો પતી, તેમજ સાસુ-સસરા ઘરે આવ્યા હતા. જ્યાં તેના પતિએ તેણી કહૃાું કે, “તું મને ગમતી નથી. તારે હાલ જ બંને બાળકોને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે.” જોકે, પરિણીતાએ જવાની ના પાડતા જ તેનો પતી ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઇપથી પરિણીતાએ સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું તે ભાગ પર માર માર્યો હતો. આ ઉપરાંત પેટના ભાગે લાતો મારી હતી.

Read About Weather here

જોકે, તેનો પતિ સુધર્યો ન હતો અને આવું વર્તન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ દરમિયાન પરિણીતાના પિતાને હાર્ટ એટેક આવતાં તેણી બાળકોને લઈને ખબર કાઢવા માટે ગઈ હતી. આ સમયે પતી ઘરના દરવાજે લોક મારીને જતો રહૃાો હતો. સાથે જ પરિણીતાને કહૃાું હતું કે, મેં તને ઘરમાંથી કાઢી મૂકી છે. આ મામલે પતી અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here