પડધરી પાસે રૂ.12.91 લાખનો દારૂ-બિયર ભરેલું આઈશર ઝડપાયું

દારૂ-બિયર
દારૂ-બિયર

રૂરલ એલસીબીની ટીમે વણપરી ટોલનાકા પાસે થી આઈસરનો પીછો કરી ચાલકની કરી ધરપકડ

રાજકોટ-જામનગર હાઈ-વે પર પડધરી પાસે વણપરી ટોલનાકા પાસે થી રૂરલ એલસીબીની ટીમે આઈસર માં રૂ.12.91 લાખનો વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ-બિયર ભરેલું આઈશર ઝડપાયું,

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસ માંથી મળતી માહિતી મુજબ રાજકોટ-જામનગર રોડ પર આવેલા પડધરી ગામ નજીક ગઈ કાલે રાત્રીના રૂરલ એલસીબી પી.આઈ. એ.આર.ગોહિલ, પી.એસ.આઈ. વિ.એમ.કોલાદરા સહિતનો સ્ટાફ હાઈ-વે પર પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પડધરી પાસે આવેલા વણપરી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન આઈસર નંબર જીજે.18-એ.એક્સ6266 નંબરનું સંકાસ્પદ રીતે નીકળતા પોલીસે આઈસરનો પીછો કરી અટકાવી તપાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 4080 જેની કિંમત રૂ.1224000 તથા બીયરના ટીન નંગ 672 જેની કિંમત રૂ.67200 મળી કુલ રૂ.1291200 નો દારૂ-બિયરનો જથ્થો કબજે કરી આઈસરના ચાલક ઉદારામ માંગીલાલ સારલા (ઉ.વ.23 રહે રાજસ્થાન) નામના સખ્સની ધરપકડ કરી.

Read About Weather here

પોલીસે આઈસર સાહિત કુલ રૂ.1791700 નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here