પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થયેલા યુવકે ઉઠાવ્યું આ પગલું…

38
surat-suicide-યુવક
surat-suicide-યુવક

Subscribe Saurashtra Kranti here

તે યુવક કિરણ જ્વેલર્સ નામના શો રૂમમાં નોકરી કરતો હતો

પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવકનું આપઘાત

સુરત શહેરમાં ભાગ્યે જ એવો દિવસ ઉગે છે જે દિવસે આપઘાતની ઘટના ન ઘટી હોય. આર્થિક હરણફાળ ભરતા સુરતે અનેક લોકોનાં સ્વપ્ન પુરા કર્યા છે પરંતુ આ ભીડમાં એવા અનેક હતભાગી છે જેમના માટે બે ટંકાના રોટલા અને પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરવી પણ દોહૃાલી બને છે. શહેરમાં વ્યાજખોરો બેફામ છે.

જરૂરિયાતમંદ માણસ જ્યારે વ્યાજે રૂપિયા લેવા નીકળે છે ત્યારે તે પોતાની પાસેનો અંતિમ વિકલ્પ પસંદ કરતો હોય છે પરંતુ વ્યાજખોરો માનવતા તો ઠીક પરંતુ કાયદાને પણ ન ગાઠતા હોય તેમ પઠાણી ઉઘરાણીઓ કરાવે છે અને અનેક લોકોને મરવા મજબૂર કરે છે. આવી જ એક દૃુ:ખદ ઘટના શહેરના અડાજણ વિસ્તારમાં બની છે. અહીંયા કથિત રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી એક આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે. આ યુવક પોતાની પાછળ ૩ વર્ષની દીકરી અને પત્નીને આગળની જિંદગી વિલાપમાં ગુજારવા છોડી ગયો છે.

યુવકે લોનના રૂપિયા ચુકવવામાં અસક્ષમ હોવાના કારણે ચારેકોરથી નાણા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ પરિવારના મતે તેને આર્થિક મદદ ન મળતા તે પત્ની અને દીકરીને સાસરીમાં મૂકી આવ્યો હતો અને ત્યારબાદ સતત માનસિક તણાવમાં રહેતો હતો. જોકે, આજે તેણે પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓનાં ત્રાસથી કંટાળી અને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

મૃતક યુવકનું નામ વિજય લખારા છે અને તે શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સુખ સાગર એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બનાવની વિગતો મુજબ પિતા રામજી લાખારા કેન્સરની સારવાર શરૂ છે અને પિતાની કેન્સરની સારવાર માટે વિજયે ત્રણ ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી. વિજય કિરણ જ્વેલર્સ નામના શો રૂમમાં નોકરી કરતો હતો. પોતાના પગારમાં ઘર ચલાવવું અને પિતાની સારવાર શક્ય ન હોવાથી તેણે કથિત રીતે ત્રણ કંપનીમાંથી લોન લીધી હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.

Read About Weather here

જોકે, પિતાને કે ભાઈને આ વાતનો અણસાર ન આવ્યો કે તેમનો વ્હાલસોયો આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેશે. જોકે, આજે તેણે આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લેતા આ પરિવારનો માળો વિખાઈ ગયો છે અને એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઅમદાવાદમાં એક્સપ્રેસ અને શહેરમાં સ્પીડ લિમિટ નક્કી
Next articleમોરબી પોલીસનો સપાટો: પાંચ દિવસમાં 100 મોડીફાઇડ બાઇક ડિટેન