સુરેન્દ્રનગરના કોળી પટેલ આગેવાન સોમાભાઈ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સભાની ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલે લીંબડીના ધારાસભ્ય પદૃેથી રાજીનામું ધરી દૃીધું હતું. તેઓ કૉંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય હતા. જોકે, કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદૃ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ન હતા. થોડા દિૃવસ પહેલા જ સોમાભાઈએ મીડિયા સામે એવું નિવેદૃન આપ્યું હતું કે, જે પક્ષ તેમને ટિકિટ ઑફર કરશે તેમની ટિકિટ પરથી તેઓ ચૂંટણી લડશે. તેમના નિવેદૃન બાદૃ કૉંગ્રેસ અને એનસીપીએ તેમને ટિકિટ આપવાનો ઇક્ધાર કરી દૃીધો હતો. હવે એવા સમાચાર આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીપણ સોમાભાઈ પટેલને ટિકિટ આપવાના મૂડમાં નથી.
ગત અઠવાડિયે સોમાભાઈ પટેલે મીડિયા સમક્ષ એવું નિવેદૃન આપ્યું હતું કે, લીંબડી બેઠક પરથી તેમને જે પણ રાજકીય પક્ષ ટિકિટ આપશે તેમના પક્ષમાંથી તેઓ ચૂંટણી લડશે. સોમાભાઈ પટેલના આવા નિવેદૃન બાદૃ કૉંગ્રેસ નેશનાલિસ્ટ પાર્ટીએ એવું નિવેદૃન આપ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તેમનું કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાણ હોવાથી અમે તેમને ટિકિટ આપી શકીએ નહીં. આ નિવેદૃન બાદૃ સોમાભાઈ માટે પ્રથમ દ્વારા બંધ થઈ ગયો હતો. જે બાદૃમાં કૉંગ્રેસ પાર્ટીએ પણ તેમને ટિકિટ આપવાનો ઇક્ધાર કરી લીધો હતો.