પક્ષના નિર્ણયને ધ્યાનમાં રાખી ભરૂચ સાંસદે દીકરી તથા ભત્રીજાનું ફોર્મ પાછું ખેચ્યું

46

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે ત્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પક્ષના કોઈપણ નેતાના સગાઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં ઉમેદવારી ન નોંધાવવી. જેને લઈને જ્યાં એક તરફ ભાજપમાં આંતરિક ખટપટ શરૂ થઇ ગઈ છે તો બીજી તરફ ભરૂચથી ભાજપના સાંસદૃે એવું કામ કરી બતાવ્યું છે જેને લઈને ભાજપમાં ચોક્કસ તેમના આ કામની નોંધ લેવામાં આવશે. વાત એમ છે કે, ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે.

તેમણે કહૃાું છે કે તેઓ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ તરફથી નિર્ણય લેવાયો છે કે કોઈપણ નેતાના પરિવારમાંથી તાલુકા, જિલ્લા કે નગરપાલિકાની સીટ પરથી ઉમેદવારી ન લેવાના નિર્ણયને આવકારે છે. તેમણે આગળ જણાવ્યું છે, મારા પરિવારમાંથી પ્રીતિબેન વસાવાએ તાલુકા પંચાયત વડીયા અને જિલ્લા પંચાયત આમલેથા સીટ પરથી તથા મારા ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ ગરૂડેશ્ર્વર તાલુકાના નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી જે દાવેદારી કરી હતી. જોકે પાર્ટીના આ નિર્ણયને પગલે મારા પરિવારના બંને સભ્યો દીકરી તથા ભત્રીજાની તેઓ પોતપોતાની અમે પાછી ખેંચીએ છીએ અને પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે, તેને મારો પરિવાર અને મારા સ્નેહીજનો પૂરી તાકાતથી તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે. મનસુખ વસાવાના આ નિર્ણયને ભાજપમાં આવકાર મળી રહૃાો છે. તેમના આ નિર્ણયની પક્ષના ઉચ્ચ પદૃાધિકારીઓ ચોક્કસ નોંધ લેવાશે તેવી અંદૃરના સૂત્રો જણાવી રહૃાા છે.