પંતને બાંધી રાખવો ખૂબ જ મુશ્કેલ: રુટ

8

અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પંતની ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે પણ પ્રશંસા કરી છે. રુટે કહૃાું કે પંતને બાંધી રાખવો ખૂબ મુશ્કેલ છે. તે જે રીતે બેટિંગ કરે છે તે રીતે બોલરોએ તેના પર દબાણ બનાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેનું અનુમાન એ રીતે લગાવી શકાય છે કે, તેણે છેલ્લી ટેસ્ટમાં તે બોલર સામે રિવર્સ સ્વીપ શોટ રમ્યો હતો જેણે ટેસ્ટ ક્રિકેટમાં ૬૦૦થી વધુ વિકેટ લીધી છે. આ ખરેખર પંતની ક્ષમતા છે અને તેની હિંમતનું એક ઉદાહરણ છે. હકિકતમાં ઈંગ્લિશ કેપ્ટન પંતના તે શોટનો ઉલ્લેખ કરી રહૃાો હતો, જે તેણે ચોથી ટેસ્ટના બીજા દિવસે જેમ્સ એન્ડરસનની બોલ પર રમ્યો હતો. તે પણ જ્યારે ઇંગ્લેન્ડે બીજો નવો બોલ લીધો હતો.પંતને પોતાની બેટિંગનો કેટલો વિશ્ર્વાસ છે તેનો અંદાજ મેચ પછીના તેમના નિવેદનમાં લગાવી શકાય છે, જેમાં તેણે કહૃાું હતું કે જો તક મળે તો હું ફરીથી કોઈ ઝડપી બોલર સામે રિવર્સ સ્વીપ રમીશ.

ઇંગ્લિશ કેપ્ટને વિરોધી ટીમને દબાણમાં લાવવાની પંતની ક્ષમતાની પ્રશંસા કરી છે. તેમણે કહૃાું કે શ્રેણીમાં ઘણા ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. પરંતુ પંતે આવી પરિસ્થિતિમાં જે રીતે રમ્યો તે શ્રેણીમાં મોટો ફરક પડ્યો. એક સમયે અમે ચોથી ટેસ્ટમાં અને સારી સ્થિતિમાં હતા, પરંતુ પંત અને વોશિંગ્ટન સુંદર વચ્ચેની ભાગીદારીએ અમારા માટે આગળનો માર્ગ મુશ્કેલ બનાવ્યો.

Previous articleક્રિકેટ ધોની બન્યો સર્વશ્રેષ્ઠ ગોપાલક: ખિતાબ આપી સન્માનિત કરાયા
Next articleસુંદરને ભારતે એક બેટ્સમેન તરીકે પણ રમાડવો જોઇએ: માઇકલ વોન