૧૫ ઓક્ટોબરે ન્યૂઝ પેપરમાં સરકારી નોકરીની જાહેરાત આપી નોકરી કરવા ઈચ્છુક યુવકો પાસેથી ફીના નામે પૈસા પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.ન્યૂઝ પેપરમાં જાહેરાતગત ૧૫ ઓક્ટોબરે દૈનિક ન્યૂઝ પેપરમાં સીધી ભરતી માટેની જાહેરાત આવી હતી. જેમાં કોવિડ-૧૯ના અનુસંધાને ઘરે બેસીને કામ કરી શકાય તેવી નોકરીઓ માટે ગુજરાતના શહેર અને જિલ્લા મુજબ કુલ ૨,૫૨૦ ઉમેદવારોની ભરતી કરવાની છે.
જે માટે નોકરી ઈચ્છૂક ઉમેદૃવારો ઓનલાઈન અરજી કરીને ઓનલાઈન ૩૦૦ રૂપિયા ફી ભરી શકે છે.પોલીસે કરી ધરપકડઆ જાહેરાત ખોટી હોવાની વાત સામે આવતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધવામાં આવી હતી અને તપાસ દરમિયાન ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપી પ્રતાપરાય પંડ્યાને પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપીના બેંક એકાઉન્ટમાં ૧૪ લાખ રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેથી પોલીસે જાહેરાત આપનારા રઘુવીરસિંહ સરવૈયા નામના ઇસમ વિરુધ તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસ અન્ય કેટલા લોકોની સંડોવણી છે, તે દિસામાં તપાસ હાથ ધરી છે.