નીતિન પટેલને મનાવવા પ્રયાસ … હજુ પણ નારાજગી દૂર થઈ નથી??

નીતિન પટેલને મનાવવા પ્રયાસ ... હજુ પણ નારાજગી દૂર થઈ નથી??
નીતિન પટેલને મનાવવા પ્રયાસ ... હજુ પણ નારાજગી દૂર થઈ નથી??

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ પરિવર્તનથી લઇને વિવિધ નિમણૂકોમાં આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા છે. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજય સરકારમાં મુખ્યમંત્રીથી લઇને વિવિધ નિમણૂકો તેમણે અચરજ પમાડતી કરી છે. ગુજરાતમાં અગાઉ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી, પછી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ અને હવે ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી તરીકે ભૂુપેન્દ્ર પટેલનું નામ સાંભળીને ભાજપના નેતાઓ પણ આશ્ચર્યમાંં મુકાઇ ગયા હતા. નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યાના ચોવીસ કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા અર્થાત નવા મંત્રીમંડળની રચના અંગે આ ત્રણ નેતાનો અભિપ્રાય લેવાઈ રહ્યો છે એવા સંકેતો ન જાય એનું કેન્દ્રીય નેતૃત્વએ ધ્યાન રાખ્યું હતું. જોકે આગામી ચૂંટણીમાં તેમનાં સલાહ-સૂચનો ધ્યાને રખાશે એવું આશ્વાસન આ નેતાઓને અપાયું છે.

Read About Weather here

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here