નિવૃત મામલતદાર વિરમ દેસાઈના બંગલે એસીબીનું સર્ચ ઓપરેશન

9

ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે પોતાના પદ અને હોદ્દાનો દૃુરુપયોગ કરીને આવર કરતા ૧૨૨.૩૯ ટકા વધુ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અધિકારી પાસેથી ૩૦ કરોડ ૪૭ લાખ પાંચ હજાર ૪૫૯ રૂપિયાની કિંમતની સંપતિ મળી આવી હતી. જ્યારે બુધવારે મોડી રાત સુધી એન્ટીકરપ્શન બ્યુરોની ટીમ દ્વારા વિરમ દેસાઈના સેકટર ૭/છમાં આવેલા બંગલા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરી જરૂરી દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે. એન્ટી કરપ્શનની પ્રાથમિક તપાસમાં વિરમ દેસાઈ અને તેમના પત્નીની સ્થાવર/જંગમ મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ફરજ દરમિયાન તેમની કાયદેસર આવકના દેખિતા સાધનોમાંથી કુલ આવક ૨૪.૯૭ કરોડ રૂપિયા સામે તેમણે ૫૫.૪૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમ તેમના દ્વારા ૩૦.૪૭ કરોડ રૂપિયા વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતુ. આ ઉપરાંત ACB વિરમ દેસાઈની અન્ય મિલકતોની તપાસ કરતા તેમની પાસે ત્રણ લક્ઝુરિયસ ફલેટ, બે વિશાળ બંગલો, ૧૧ દૃુકાનો તેમજ બીએમડબલ્યુ, ઓડી અને જેગુઆર જેવી ૧૧ મોંઘી કાર પણ મળી હતી. આથી ACB દ્વારા સરકાર પક્ષે ફરિયાદી બનીને વિરમ દેસાઈ તથા અન્ય છ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.