વાવાઝોડા-ગ્રસ્ત વિસ્તારોનું વાયુ નિરીક્ષણ કરતા વડાપ્રધાન, સહાય પેકેજની શક્યતા…

232

રાજયને સહાય માટે રૂ.500 કરોડનું પેકેજ જાહેર થવાની શકયતા, વાયુ સેનાના હેલીકોપ્ટર મારફત ભાવનગર સહિતના તારાજ વિસ્તારોનું નિરીક્ષણ, અમદાવાદમાં સમીક્ષા બેઠક બાદ નરેન્દ્ર મોદી પેકેજ જાહેર કરી શકે, મુખ્યમંત્રીની હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની ઝડપી મુલાકાત લઇ સૌરાષ્ટ્રના વાવાઝોડા-ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. આજે વાયુ સેનાના ખાસ હેલીકોપ્ટરમાં PMએ ભાવનગર જિલ્લા સહિતના તાઉ-તે થી તારાજ વિસ્તારોમાં થયેલી વિનાસની લીલા નિહાળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાયા હતા. વડાપ્રધાન રાજયની સહાય માટે રૂ.500 કરોડનું પેકેજ જાહેર કરે તેવી શકયતા છે.

હવાઇ નિરીક્ષણ માટે આજે વડાપ્રધાન નવી દિલ્હીથી સીધા ભાવનગર આવી પહોંચ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચી ગયા હતા અને PMને આવકાર્યા હતા. બાદમાં વાયુ સેનાના ખાસ હેલીકોપ્ટરમાં બેસીને PMએ વાવાઝોડાથી નુકશાન ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. અમરેલી અને ગીર સોમનાથના પ્રભાવિત વિસ્તારોનું પણ PM મોદીએ વાયુ નિરિક્ષણ કર્યુ હતું.

Read About Weather here

અમદાવાદ ખાતે વાવાઝોડામાં થયેલી નુકશાની સહિતના મુદાઓ પર ચર્ચા કરવા માટે PMએ બપોરે ખાસ સમીક્ષા બેઠક બોલાવી છે. અમદાવાદમાં યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી અને મુખ્ય સચિવ સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠક બાદ વડાપ્રધાન રાજય માટે વાવાઝોડા સહાય પેકેજ જાહેર કરે તેવી શકયતા છે. માહિતગાર સુત્રો મુજબ રૂ.500 કરોડનું સહાય પેકેજ જાહેર થવાની શકયતા છે.

PM મોદીએ વાયુ નિરિક્ષણ માટે આવતા પહેલા મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. વાવાઝોડા સામેની તૈયારી, રાહત બચાવની કામગીરી અને નુકશાન અંગે વડાપ્રધાને વિગતો જાણી હતી. તેમણે વાવાઝોડાને કારણે થયેલા નુકશાનની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની રાજય સરકારને ખાત્રી ઉચ્ચારી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુવર્ણકાર કારીગર એસોસિએશન રાજકોટ દ્વારા કલેકટરને રજૂઆત
Next articleદરીયામાં જહાજની જળ સમાધી…!