નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૬માં પદવીદાન સમારંભ યોજાયો

રાજ્યપાલના હસ્તે ૩૭ને પદવી એનાયત કરી, ૬૫૦થી વધુને ઓનલાઇન પદવી આપી

દેશની અગ્રહરોળમાં આવતી નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૬માં પદવીદાન સમારંભમાં રાજ્યના મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કર્યા હતા જેમાં કોવિડ ૧૯ની ગાઈડ લાઇનને ખાસ ધ્યાન રાખીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આચાર્ય દેવવ્રતજીએ માત્ર ૩૭ લોકોને પદૃવી એનાયત કરી હતી અને ૬૫૦થી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઈન પદવી એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં આજે નવસારી એગ્રીકલચર કોલેજમાં પદૃવીદૃાન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં સિદ્ધિ મેળવી ચૂકેલા કૃષિ વૈજ્ઞાનિકોને પણ સન્માનિત કર્યા હતા. કોરોનાના કારણે ૧૫૦ મહાનુભાવોની હાજરીમાંપદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં રાજ્યપાલે ખેતીપ્રધાન દેશમાં ખેતીને પ્રોત્સાહન મળે એવું સંબોધન કર્યું હતું. તેમજ આપણે ઋષિ મુનિની સંતાન છે અને વૈદિક માણસોની પરંપરા જાળવવાની જવાબદારી સૌની છે જે ક્રાંતિ લઈને આવે તેનો વિરોધ આજે ચાલી રહૃાો છે એવી ખેડૂત આંદોલનને લઈને કટાક્ષ કર્યો હતો.

આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી કૃષિ મંત્રી આર.સી.ફળદુએ લેખિત શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, રાજ્યપાલએ ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને સજીવ ખેતી તરફ સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. સાથે કૃષિ આંદોલનના પ્રશ્ર્ન પર જવાબ આપવાનું ટાળ્યું હતું. ભારતમાં ગૃરું શિષ્યની પરંપરા હોવાની વાત કહી હતી અને આજે આ સંબંધની વ્યાખ્યા ભુલાઈ છે અને હવે આધુનિક કલચરમાં જીવનભર શીખતાં રહેવા જણાવ્યું હતું.